વિશ્વપ્રસિદ્ધ તીર્થધામ ગિરનાર પર્વત પર આવેલ ગુરુ દત્તાત્રેય ભગવાનની જગ્યામાં થયેલા વિવાદ અંગે જૈન સમાજના ધનકવાદીના પ્રમુખ હિતેશકુમાર વસંતલાલ સંઘવી એ સમગ્ર મામલે જણાવ્યું હતું કે જૈન સમાજ ભારતમાં સૌથી શાંતિ પ્રિય અને અહિંસામાં માનનારો સમાજ છે,ફક્ષમ હા અવશ્યપણે જૈન સમાજ લઘુમતીમાં હોય તેની પર બહુમતી સમાજ દ્વારા કરવામાં આવતું દબાણ વ્યાજબી ન ગણાય, કબીરજીની એક વાતમાં જૈન સમાજ માને છે કે લઘુતાસે પ્રભુતા મિલે તો કલ્યાણ હોવે. સ્થાનકવાસી જૈન સમાજ આત્મા થી પરમાત્મામાં માને છે, ઍટલેકે સામે વાળો કદાચ દુશ્મન પણ હોય સમય જતા તેનો આત્મા ભગવાન બની શકે છે, માત્ર ઈશાન ખુણામાં ભગવાન બિરાજમાન છે તે દિશામાં સન્મુખ પ્રાર્થના કરવાની સ્થાનકવાસી જૈન સમાજમાં પરંપરા છે પરંતુ સ્થાનકવાસી જૈન ધર્મની પરંપરા અને વાત સમજયા વિના આખા સમાજને જાહેરમાં નીંદવા અંગે આગેવાનોએ નારાજગી વ્યક્ત કરી છે,
માત્ર દત્તાત્રે શિખર જ નહીં સમગ્ર ગીરનારના કણકણમાં ભગવાન નેમિનાથનો વાસ છે, ગીરનાર ની સેવા પૂજા સૌનો અધિકાર છે જૈન સમાજે ક્યારેય હિન્દુ સંતોનો નથી વિરોધ કર્યો
ગિરનાર ઉપર દત્તાત્રેય ની ટૂંક પર જે ઘટના બની તેમાં એક શ્રાવકિ બહેન ને ખુરશીનો ઘા કરતા બતાવ્યા છે ,ત્યારે સવાલ એ થાય કે સંપૂર્ણ અહિંસામાં માનનાર જૈન સમાજના અને તે પણ મહિલા એ ખુરશીનો ઘા ક્યારે કર્યો હોય? તે સંજોગો કેવા હોય? તેની નોંધ લેવાવી જોઈએ !!દત્તાત્રેય ટૂંક પર દર્શને ગયેલા શ્રાવકો અને શ્રાવિકા (બહેનો) સાથે અભદ્ર વર્તન અને એક સાધુ તલવાર ઘુમાવતા નજરે પડે છે ,દત્તાત્રેય ઉપર જૈન સમાજના શ્રાવકો ભાવિકો સાથે અભદ્ર વાણી વિલાસ ગાલી ગલોચ અને અતિક્રમણ કરનારાઓ સામે પગલાં લેવા જોઈએ ,ગિરનાર ઉપર જૈન ધર્મના શ્રાવકો ને આક્રમણ કરનારાઓ અને ગુનેગારો ચીતરવાની ચેષ્ટામાં આ બનાવમાં ખરેખર જે ન્યાય હોય તે મુજબ કાર્યવાહી કરવા જૈન સમાજે માંગ કરી છે
સ્થા. જૈન સમાજ ના યુવા આગેવાન હિતેશભાઈ સંઘવીએ જણાવ્યું છે કે સનાતન ધર્મને જૈન સંપ્રદાય એક મગની બે ફાડ છે તેને અલગ કરવાના કોઈ પ્રયાસો ચલાવી ન લેવાય ગિરનારનો મામલો કોર્ટમાં ચાલે છે અને આ સમગ્ર મામલે અદાલતના નિર્ણયનો સન્માન કરવાનું જૈન સમાજે નક્કી કર્યું છે આ વિવાદ નો સંવાદ થી ઉકેલ લાવવો જોઈએ વિવાદને વધુ વક્રાવવા થી જૈન સમાજ નારાજ છેઆગેવાનોએ સંત ઇન્દ્રભારતી બાપુના ઈલેકટ્રિક મીડીયા ના નિવેદન અંગે દુ:ખ વ્યક્ત કરી સંતોને અપીલ કરી છે કે સંતના આ નિવેદન માં એવું સંભળાય છે કે” દિગમ્બર જૈન સમાજ હોય કે સ્થાનકવાસી કે પછી દેરાવાસી બધાનો ત્રાસ છે આ નિવેદન પર જૈન અગ્રણીઓએ પ્રશ્ન ઉઠાવ્યો છે કે જૈન સમાજે કયો ત્રાસ વર્તવ્યો ના પ્રમુખ હિતેશકુમાર કુમાર વસંતલાલ સંઘવીએ સમગ્ર બનાવ અને વિવાદનો ન્યાય પૂર્ણ કરી લાવવા અપીલ કરી દત્તાત્રેય ની જગ્યા માટે અદાલત જે નિર્ણય કરે તે શિરોમાન્ય ગણવાનું જણાવ્યું અને સમગ્ર વિવાદમાં કાયદાને સન્માન આપવાનો મત વ્યક્ત કર્યો હતો
જુનાગઢ પોલિસ ઍ આ ઘટના ના બન્ને પક્ષ ના વિડીયો જોયા છે અને તે પછી માનવીય અભિગમ રાખી ને પગલા લીધા ,છે પણ સનાતન ના નામે સંમેલન કરી ઉશ્કેરણીજનક પ્રવચનો કરી તંત્ર ને જૈન સમાજે ગંભીર ગુન્હો ન કયોઁ હોવા છતા પણ ધરાર ગુન્હો દાખલ બહુમતી ના જોરે ખોટી રીતે કરી લઘુમતી જૈન સમાજ ને દબાવવાની કોશિષ કરતા તત્વો ભારત દેશના બિનસાંપ્રદાયિક બંધારણ ની અવગણના કરી રહયો છે તેમના પ્રયાસોને સોવે સાથે મળીને ના કામ કરવા જોઈએ તેવો મત જૈન સમાજે વ્યક્ત કર્યો છે.