- ગુર્જર ક્ષત્રીય કડિયા જ્ઞાતિ આયોજીત
- નવદંપતીઓ આશિર્વાદ આપવા માટે સાંસદ પરષોત્તમભાઈ રૂપાલા, ગોવિંદભાઈ પટેલ અને લીલુબેન જાદવ સહિતના સામાજીક રાજકીય આગેવાનો રહ્યા ઉપસ્થિત
શ્રી ગુર્જર ક્ષત્રીય કડીયા જ્ઞાતિ દ્વારા 46 મો સમુહ લગ્નોત્સવનું ભવ્યાતિ ભવ્ય રીત સમાજના હજારો લોકોની હાજરીમાં જમણવાર સાથે તેમજ રાજકીય ક્ષેત્રના વિવિધ આગેવાનો જેમાં કેન્દ્ર સરકારના મંત્રી પરષોતમભાઇ રૂપાલા, પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ અને ગુ.ક્ષ.કડિયા જ્ઞાતિ સમગ્ર હાલાર વિસ્તારના પ્રમુખ ઘનશ્યામભાઈ મગનભાઈ રાઠોડ તેમજ ગુ.ક્ષ.કડિયા જ્ઞાતિ ના રાજકોટ તેમજ બહારગામના આમંત્રીત મહેમાનઓની હાજરીમાં ખુબજ રંગે ચંગે આયોજન પૂર્વક સવારે ચા-પાણી નાસ્તો, બપોરનું જમણવાર સાથેનું સમુહ લગ્નનું સમગ્ર સમાજની ટીમ દ્વારા તેમજ રાજકોટ સમાજના પ્રમુખ નરેન્દ્રભાઇ સોલંકી તેમજ સમુહ લગ્ન સમિતિના પ્રમુખ રશ્મીનભાઇ કાચા તેમજ સમગ્ર સમાજના દાતાઓ, કાર્યકર્તાઓ, વડીલો, યુવાનો, ભાઇઓ, બહેનોની હાજરીમાં સમુહ લગ્ન સંપન્ન કરવામાં આવેલ હતો.
ગુર્જર ક્ષત્રીય કડીયાજ્ઞાતિ સમસ્ત, રાજકોટના સમુહ લગ્નમાં ઉપસ્થિત કેન્દ્ર સરકારના મંત્રી પરષોતમભાઇ રૂપાલા દ્વારા જણાવવામાં આવેલ હતુ કે ગુર્જર ક્ષત્રિય કડીયા જ્ઞાતિ તેમજ પ્રમુખ નરેન્દ્રભાઇ સોલંકી કે જેઓ ભારતીય જનતા પાર્ટીના ખુબ જ સીનીયર આગેવાન છે. હર હંમેશા સમાજના દરેક કાર્યકર્તાઓને માનવતાવાદી પ્રવૃતિઓ જેવી કે સમાજના સમુહ લગ્ન હોય, સમાજના દિકરા દિકરીઓને શિક્ષણ માટેની ઇનામ વિતરણ-ચોપડા વિતરણ હોય કે પછી કોઇપણ પ્રકારના ધાર્મીક કાર્યક્રમોની અંદર પોતે સંપૂણ પણે તન,મન,ધનથી હરહંમેશા સમાજના લોકો તેમજ ભારતીય જનતા પાર્ટીને ઉપયોગી થવાની ભાવના સાથે કાર્યક્રમો કરતા હોય છે.
આ તકે પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ એ જણાવેલ કે હાલ સમયમાં સમુહ લગ્ન એ દરેક સમાજ માટે ખુબજ જરૂરી અને આવશ્યક બનતુ જાય છે. સમુહ લગ્ન દ્રારા સમાજના હજારો પરિવારને પોતાની દિવસ રાત કરી કરેલ કમાણીનો મોટો ભાગ જે લગ્ન પાછળ ખર્ચ થઇ જતો હોય તેનો બચાવ થાય છે સાથો સાથ જ્ઞાતિજનોને પણ એક જ આયોજનમાં હાજરી આપી જુદા જુદા સ્થોળોએ જે વ્યવહાર સાચવવો પડતો હોય તે સમયનો બચાવ થાય છે.
જેમ દેશના વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા હર હંમેશ નાના માણસોને મદદરૂપ થવાના કાર્યો કરતા આવ્યા છે તેમજ નરેન્દ્રભાઇ સોલંકી પણ ગુ.ક્ષ.કડિયા સમાજના લોકોને મદદરૂપ થશે તે પ્રકારે સમુહ લગ્ન, નોટબુક-ચોપડા વિતરણ જેવા વિવિધ કાર્યક્રમો દ્વારા સમાજના દરેક લોકોને મદદરૂપ થવાની ભાવનાથી કાર્યો કરતા આવ્યા છે. સહકાર એ સેવાનુ સાધન છે. નરેન્દ્રભાઈ સોલંકી દ્વારા આપાગીગાના ઓટલા તરીકે તો અન્નદાન કરી પૂણ્ય મેળવી જ રહયા છે.
ગુર્જર ક્ષત્રીય કડીયા જ્ઞાતિ સમસ્ત દૂારા આયોજીત સમુહ લગ્નમાં જ્ઞાતિના પ્રમુખ તેમજ આપાગીગા ઓટલાના મહંત નરેન્દ્રબાપુ ગુરૂ જીવરાજબાપુ એ જણાવેલ હતુ કે સમાજ દ્વારા સમાજ ઉત્થાનના દરેક કાર્યક્રમો માં સમાજના દરેક લોકોની ઉપસ્થિતિ ખુબ જ મહત્વની હોય છે. જ્ઞાતિ સમસ્ત દ્વારા સમગ્ર સમાજના કોઈપણ કાર્યક્રમમાં હર હંમેશા સમાજના દરેક લોકો કાયમી ધોરણે સમાજ્યાં તન-મન અને ધનથી કાયમી ધોરણે સમાજને મદદરૂપ બનતા રહયા છે. આ સમુહ લગ્નની અંદર દિકરીઓના ઘર ભરાઈ જાય તેટલો કરીયાવર આપવામાં સમાજના દાતાઓ દ્વારા મન મુકીને વરસવામાં આવેલ હતા. નુરેન્દ્રભાઈ સોલંકીએ જણાવેલ હતુ કે સમાજ દ્વારા જેમ સમુહ લગ્ન એક અગત્યનો ભાગ છે તેવી જ રીતે એના થી પણ વધારે અગત્યનું હાલની આ 22મી સદીમાં દિકરા દિકરીઓનું એજ્યુકેશન પણ ખુબજ મહત્વનું છે. ગયા વર્ષે 2700 (સત્યાવીસો) થી પણ વધુ દિકરા દિકરીઓને શિક્ષણની અંદર પ્રોત્સાહન મળે તે માટે દર વર્ષની માફક ખુબ જ મોટા પ્રમાણ માં ઈનામ વિતરણના કાર્યક્રમો રાખવામાં આવેલ હતો.
સમાજની અંદર રાજકારણ લાવવાની સમાજના દરેક લોકોને પોતાની યોગ્યતાઓ પ્રમાણે દરેક પોલીટીકલી પાર્ટીઓમાં યોગ્ય પ્રતિનિધિત્વ મળે તે સંપૂર્ણ સમાજની જવાબદારીઓ છે.
આ તકે સમુહ લગ્ન સમિતિ દ્વારા ગુર્જર ક્ષત્રીય કડિયા જ્ઞાતિ સમસ્ત, રાજકોટના આગેવાનો તેમજ હોદેદારો દ્વારા 46 સમુહ લગ્નના તમામ દાતાઓનો દિલથી આભાર વ્યકત કરેલ તેમજ તેમનું સાલ તેમજ ફુલહાર દ્વારા સન્માન કરેલ હતુ. તેમજ સમાજના દાતાઓને અપીલ કરેલ કે ભવિષ્યમાં પણ આવા સમાજના આયોજનમાં દિકરીઓને વધુમાં વધુ કારીયાવર મળે તેમજ દાનભેટ મળે તે માટે તેઓ આવા સમાજ ઉપયોગી યોગદાન આપતા રહે તેવુ આ તકે જ્ઞાતિ પ્રમુખ નરેન્દ્રભાઇ સોલંકી નરેન્દ્રબાપુ ગુરૂ જીવરાજબાપુ, મહંત આપાગીગાનો ઓટલા દ્વારા અપીલ કરવામાં આવેલ હતી.
આ સમુહ લગ્ન ને સફળ બનાવવા નરેન્દ્રભાઇ સોલંકી (જ્ઞાતિ પ્રમુખ)ની આગેવાનીમાં રશ્મીનભાઇ છગનભાઇ કાચા (પ્રમુખ સમુહ લગ્ન સમિતિ), કિશોરભાઈ પરમાર, નરેન્દ્રભાઇ રાઠોડ, અરવિંદભાઇ ગોહેલ, અશોકભાઈ સોલંકી, ભાર્ગવભાઇ સોલંકી, રાજેશભાઇ કાચા, તેજસભાઇ ગાંગાણી, કાંતીભાઇ રાઠોડ, પ્રકાશભાઇ સાપરીયા, હસુભાઇ ચોટલીયા, હેમરાજભાઈ કાચા,ડો. પંકજભાઈ પી. રાઠોડ, ડી. પી. રાઠોડ, સંજયભાઈ ગાંગાણી, હિતેશભાઈ રાઠોડ, હરીભાઈ પરમાર, વિરેનભાઇ કાચા, રાકેશભાઇ મનાણી, દિનેશભાઇ જાવીયા, અનિલભાઇ સાપરીયા, ચેતનભાઇ કાચા, જયેશભાઇ ટાંક, દિપકભાઇ સાપરીયા, હર્ષીલભાઇ ખોલીયા, રાજેશભાઇ ચોટલીયા, દિપકભાઈ ટાંક, જયદિપભાઇ ચોટલીયા સહીતની ટીમ ખુબ જહેમત ઉઠાવી રહયા છે આ ઉપરાંત ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ શ્યામવાડી સમિતિ, ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ મોહન માંડળ વિદ્યાર્થીભવન વહીવટી સમિતિ, રાજકોટ, ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ વિદ્યાર્થીમંડળ સમિતિ, રાજકોટ, ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ સાંસ્કૃતિક સમિતિ વગેરે સમિતીના તમામ આગેવાનો તેમજ કાર્યકર્તાઓએ પણ આ આયોજન સફળ બનાવવા માટે જરૂરી તમામ સહયોગ પુરો પાડેલ હતો.