Table of Contents

આ વર્ષની ઉજવણી થીમ : ’ છોકરીઓના અધિકારોમાં રોકાણ કરો , આપણું નેતૃત્વ અમારી સુખાકારી ’છેલ્લા દશકામાં  સરકારો નીતિ નિર્માણ અને સામાન્ય લોકો વચ્ચે  છોકરીઓ  માટે મહત્વના  મુદાઓ પર વિશેષ ધ્યાન આપતા સકારાત્મક પરિણામો મળ્યા છે

વિશ્વભરની  છોકરીઓ તેમના શિક્ષણ, શારીરિક અને માનસિક  સુખાકારી અને હિંસા  વિનાના જીવન માટે જરૂરી સુરક્ષા માટે અભૂતપૂર્વ પડકારોનો સામનો કરી રહી છે.વિશ્વની 600 મિલિયન કિશોરીઓએ તેના કૌશલ્યો અને તક ઝડપીને તેમના સમુદાયોમાં પ્રગતિને આગળ ધપાવીને  છોકરાઓ અને પુરૂષો કરતા વધુ સારો   દેખાવ કર્યો છે.

આજે ગર્લ ચાઈલ્ડ દિવસની વૈશ્ર્વિક ઉજવણી થઈ રહી છે , ત્યારે આપણા પુરૂષ પ્રધાન દેશમાં  તેમના સર્વાંગી વિકાસ,માનવ અધિકારો અને  રક્ષણ બાબતે    હજી ઘણુ કરવાનું  બાકી છે. આ વર્ષની  થીમમાં  છોકરીઓના અધિકારોમાં રોકાણ કરો , આપણું નેતૃત્વ , અમારી સુખાકારી માં છોકરીઓ માટેની વાત છે. તેમાં સમાજના દરેક વર્ગે ટેકો  આપવાની જરૂર છે. આજે પણ દેશમાં કિશોરીઓ ઉપર થતા અત્યાચારો  જોવા મળે છે. ત્યારે સમગ્ર દેશમાં જેન્ડર રેશીયામાં  છોકરા-છોકરીની સંખ્યામાં  તફાવત જોવા મળે છે. બેટી બચાવ, બેટી પઢાવ અને  ક્ધયા કેળવણીના વિવિધ  અવસરોને  કારણે આંશિક સુધારો  જોવા મળ્યો છે.

છોકરીઓને લિંગ અસમાનતા ભેદભાવ અને હિંસાને નાથવા આજે વિશ્વ એક થશે : છોકરીઓ બધું કરવા સક્ષમ હોય છે , જે પુરુષો કરવા સક્ષમ હોય : ઘણીવાર પુરુષો કરતાં સ્ત્રી વધુ કલ્પનાશીલ હોય છે: મહિલાઓ અને છોકરીઓ આપણને ઉચિત ભવિષ્ય તરફ દોરી જાય છે

આ દુનિયા ક્ધયાઓ માટે સુખી રીતે જીવવા , સુરક્ષિત સ્થળ તરીકે પ્રસ્થાપિત થાય એવાં સૌએ પ્રયત્ન કરવા જોઈએ : આપણે માતા ,પત્ની, બહેન જોઈએ છે પણ , બાળકી નથી જોઈતી: દુનિયામાં લિંગ સમાનતા હાંસલ કરવા માટેના પ્રયત્નોને ટકાવી રાખવા જ પડશે : વિશ્વમાં 25 વર્ષથી ઓછી ઉંમરના 2 . 2 અબજ લોકો પાસે ઇન્ટરનેટ એક્સેસ નથી જેમાં , મોટાભાગની છોકરીઓનો સમાવેશ થાય છે

2011નાં ડિસેમ્બર માસમાં યુનાઈટેડ નેશન્સ જનરલ   એસેમ્બલીએ ઠરાવ કરીને આ દિવસ ઉજવવાનું નકકી  કરાયું હતુ. જેમાં વિશ્વના તમામ દેશો જોડાયા હતા , અને છોકરીઓના સશકિતકરણ અને તેના સર્વાંગી વિકાસ , ઉથ્થાન બાબતે દરેકને કાર્ય કરવા જણાવાયું હતુ. દેશની કિશોરીઓનાં ઉત્કર્ષ માટે કરેલા તમામ રોકાણો દેશને  સુદ્દઢ બનાવે છે. આજે 11 મી વર્ષગાંઠ  વૈશ્વિકસ્તરે ઉજવાય રહી છે. આજે પણ સમાજમાં છોકરા-છોકરી વચ્ચે ભેદભાવ જોવા મળે છે , અને તેના પર થતી હિંસા માટે સૌએ કટીબધ્ધ થવાની જરૂર છે.

છેલ્લા દશકામાં આ ઉજવણી બાદ  સરકારોનાં વિવિધ   પગલાઓ, મહિલા ઉત્થાનની વિવિધ નીતિ અને સામાન્ય લોકો વચ્ચે છોકરીઓના મહત્વના મુદાઓ પર  વિશેષ ધ્યાન આપતા  ઘણા સકારાત્મક પરિણામો  મળ્યા છે, પણ હજી ઘણુ કરવાનું બાકી છે.  વિશ્વભરની છોકરીઓ તેમના શિક્ષણ શારીરિક અને  માનસીક સુખાકારી   અને હિંસા વિનાના  જીવન માટે જરૂરી સુરક્ષા અને તે અભૂતપૂર્વ પડકારોનો સામનો કરી રહી છે.  21મી સદીમાં  વિશ્વની 600 મિલિયન   કિશોરીઓ તેના કૌશલ્યો અનેતક ઝડપીને તેમના સમુદાયમાં પ્રગતિને આગળ ધપાવીને છોકરાઓ અને પુરૂષો કરતા વધુ સારો   દેખાવ કર્યો છે.

છોકરાઓને  આપણે સૌ છોકરીઓ કરતા વિશેષ ધ્યાન આપી એ છીએ એ હકિકત છે. મા-બાપો જ ભેદભાવ  રાખીને વસ્તુ  શિક્ષણ, કપડા વિગેરેમાં છોકરીઓ પરત્વે ઓછુ ધ્યાન આપે છે.છોકરા કરતાં છોકરી માટેના કડક નિયમો મા-બાપ જ બનાવે છે. છોકરા કરતા છોકરી નબળી છે, ન કરી શકે તેવી  માનસિકતાને કારણે કિશોરીઆ નાશીપાસ થાય છે , પણ બોર્ડના રીઝલ્ટ જોઈએ ત્યારે ખબર પડે કે  છોકરા કરતા  છોકરી વિશેષ સારા ગુણથી પાસ થાય છે.

પૂર્ણ વિકસીત દેશો કરતા અવિકસીત દેશોમાં જાગૃત્તિના અભાવના કારણે બાળકીઓએ વધુ સહન કરવું પડે છે. 15 થી 19 વર્ષની છોકરીઓ ગુમ થવાની ઘટના પણ વધુ જોવા મળે છે, તો આ એઈજમાં 10માંથી 1 છોકરાની સરખામણીએ શાળા, રોજગાર કે તાલીમમાં  જોડાતી નથી. બાળકોના બળજબરી પૂર્વકના લગ્નો,  છોકરીઓનો એચઆઈવી અને જાતીય સંક્રમીત ચેપના વધુ જોખમમાં મૂકે છે. આજે બધાને  બાળક જ જોઈએ છીએ બાળકી નહી !? આવા સમયે તેના અધિકારોનું હનન  છડે ચોક થઈ રહ્યું છે. છેલ્લા દશકામાં 25 મિલિયન બાળ લગ્નો અટકાવાયા છે.  2016થી ગ્લોબલ પ્રોગ્રામ ટુ ચાઈલ્ડ મેરેજ ચાલી રહ્યો છે.

આજનો દિવસ ગર્લ્સ ચાઈલ્ડ ડે તરીકે પણ ઓળખાય છે. લિંગ  સમાનતા અને છોકરીઓને તેમના રોજીંદા જીવનમાં  સામનો કરતી સમસ્યાઓ અંગે જનજાગૃતિ લાવવાનો હેતુ છે. મહિલા સશકિતકરણને પ્રોત્સાહન આપવું જરૂરી છે.વિશ્વની આટલી પ્રગતિ પછી પણ છોકરીઓને તેના મૂળભૂત અધિકારો મળતા નથી, એ  એટલું જ નગ્ન સત્ય છે. બાળકીને  માર્ગદર્શન  આપો, મૂલ્યો શીખવો સાથે તેને સન્માન  અને પ્રોત્સાહન આપો. છોકરાને  પ્રેમ કરો  તેટલોજ છોકરીઓને પણ મા-બાપે  પ્રેમ કરવો જોઈએ. વિશ્વની દરેક છોકરીને સમાન અને ન્યાયી તકો પૂરી પાડવાંની જરૂરીયાત છે.

2030 સુધીમાં છોકરીઓને સંપૂર્ણ અધિકારો આપવાનું લક્ષ્યાંક છે.  મારો અવાજ, અમારૂ સમાન ભવિષ્ય, બાળ લગ્નો અંત કિશોરીઓની શકિતને સન્માનિત કરવાનો ગોલ છે. કિશોર  વયની છોકરીઓને સુરક્ષીત,  શિક્ષીત અને સ્વસ્થ  જીવનનો  અધિકાર છે, માત્ર આ વર્ષો જ નહી તેના તમામ રચનાત્મક વર્ષો સાથે સ્ત્રીની  પરિપકવતા સુધી તેમને ટેકો મળે તો તે વિશ્વને બદલવાની ક્ષમતા  રાખે છે. વિશ્વના દરેક દેશોએ લિંગ સમાનતાને સૌથી વધુ અગ્રતા આપવાની જરૂર છે. 2030 સુધીમાં 110 મિલિયન યુવક યુવતીઓ અને છોકરીઓ કે જેઓ વર્ગખંડમાં હોવા જોઈએ તે નહીં રહે. 340 મિલિયન મહિલાઓ અને છોકરીઓ અત્યંત ગરીબીની પીડા સહન કરી રહી છે.

ઉજવણી સંબંધિત હેશટેગ્સ

# ડે ઓફ ધ ગર્લ
# ગર્લ્સ એમ્પાવરમેન્ટ
# જાતીય સમાનતા
# ગલ્ર્સ રાઈટસ
# છોકરીઓનું એજ્યુકેશન
# એન્ડ ચાઈલ્ડ મેરેજ
# ઇક્વાલિટી ઓફ ગર્લ્સ

બાળકીને જે બનવું હોય તેમાં પ્રોત્સાહન અને ટેકો પરિવારોએ આપવો જરૂરી

બાળકના  જન્મક્ષણથી જોતે બાળકી હોય તો છોકરા  જેટલોજ   પ્રેમ-હુૂંફ અને લાગણી આપવાની તમામ બા-બાપની પ્રથમ ફરજ બને છે.  બાળકી એક વૈજ્ઞાનિક, લેખક, બિઝનેશ વુમન,  માતા, શિક્ષક કે તેને જે બનવું હોય તે પોતે પસંદગી  કરીને આગળ વધવા માંગે છે. તેમાં પરિવાર, સમાજે તેને ટેકો આપવો જરૂરી છે.જો પરિવાર-સમાજ તેને  આ તક આપે તો તેના વિકાસને આડે આવતા તમામ અવરોધો દૂર થઈ શકે છે.નાની બાળકી, તરૂણી, કિશોરી કે એક યુવાન છોકરાના પડકારો અલગ અલગ હોય છે.  આપણે સૌએ  આ તમામ  ક્ષણે તેને અધિકારો આપીએ તો તેનું જીવન બદલાય છે. સૌથી વધુ ગરીબ દેશોની છોકરીઓની સમસ્યા છે.1995માં ચીનના બેઈજીંગ શહેરમાં 200 દેશોનાં 30 હજાર લોકોની વિશ્વપરિષદમાં મહિલાઓનાં અધિકારોને આગળ વધારવા એકત્ર થયા હતા. આજની છોકરીઓ રાજકીય મુદા, શિક્ષણ, ગરીબીથી લઈને પર્યાવરણ અને આબોહવા પરિવર્તન સુધીના તમામ મુદામાં  અસરકારક કાર્ય કરી શકે છે, તેમને જરૂર છે. ફકત એક તકની, જે આપણેજ આપી શકીશું .

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.