જિલ્લા ભાજપ દ્વારા પટેલ ક્ધયા છાત્રાલયમાં ‘બેટી બચાવો-બેટી પઢાઓ’ કાર્યક્રમનું આયોજન
રાજકોટ જિલ્લા ભાજપ દ્વારા ગઈકાલે પટેલ ક્ધયા છાત્રાલય ખાતે ‘બેટી બચાવો બેટી પઢાવો’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય ભાજપ મંત્રી ત‚ણજી ચુગ, પ્રદેશ ભાજપ ઈન્ચાર્જ કૌશલ્યાબા પરમાર, પૂર્વ ધારાસભ્ય જસુમતીબેન કોરાટ તથા ધારાસભ્ય ભાનુબેન ભાજપના કાર્યકરો તથા પટેલ ક્ધયા છાત્રાલયના ટ્રસ્ટીઓએ હાજરી આપી હતી પટેલ ક્ધયા છાત્રાલયની દીકરીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી.
આ કાર્યક્રમ અંતર્ગત ત‚ણજી ચુગએ જણાવ્યું હતુ કે ભાજપ સરકાર દ્વારા દિકરાઓની સામે દીકરીઓની સંખ્યા વધે, અને બધી જ દીકરીઓ ભણતર લે તે માટેના કામો હંમેશા કરવામાં આવ્યા છે. અને હાલ અમે પણ ગ્રામ્ય વિસ્તારમાં જઈને લોકોની જાગૃતતા વધે તે માટેના કામો કરી રહ્યા છીએ.
કૌશલ્યાબા પરમારએ જણાવ્યું હતુ કે, દિકરા અને દિકરીની જયારે ગણતરી કરી ત્યારે ગુજરાત તેમાં ૩૪માં ક્રમે છે. ૧૦૦૦ દિકરાએ ગુજરાતમાં ૮૨૫ દિકરીઓ જ છે. તે ખૂબ દુ:ખની વાત કહેવાય માટે ભાજપ દ્વારા દિકરી બચાવો કાર્યક્રમ યોજવામાં આવશે અને સાથે સાથે દિકરીઓ પોતાનું ભણતર વચ્ચેથી છોડીના દે તે માટે લોકો મા પણ જાગૃતતા આવે તે અંતર્ગત આવા બધા કાર્યક્રમોનું આયોજન આગામી દિવસોમાં પણ કરવામાં આવશે.
વધુમાં ભાનુબેનએ જણાવ્યું હતુ કે, દીકરો દીકરી વચ્ચે સમાનતા રહે અને દીકરીઓને પણ દીકરાઓ જેટલા જ હકક મળે અને તેઓ પણ વિશ્ર્વસ્તરે ભારતનું નામ રોશન કરે તે માટેના ભાજપ દ્વારા હંમેશા પ્રયત્નો કરવામાં આવશે હાલ દીકરીઓ આંગણવાડીથી લઈને અંતરીક્ષ સુધી તો પોચી જ ગઈ છે. ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં પણ લોકોમાં જાગૃતતા આવે તે માટેના પ્રયાસો કરવામાં આવશે. પટેલ ક્ધયા છાત્રાલયના ટ્રસ્ટીએ જણાવ્યું હતુ કે હાલ આ છાત્રાલયમાં ૧૪૫૦ દીકરીઓ રહે છે. અને છાત્રાલય દ્વારા બધી જ દીકરીઓનું ખૂબ સાર સંભાળ રાખવામાં આવે છે. અને છાત્રાલયના ટ્રસ્ટીઓ, આર્થિક નબળા પરિવારની દીકરીઓને દતક લઈને તેમના ભણવાનો પૂરો ખર્ચ ઉપાડી લે છે. અને તેમને અભ્યાસ માટે પ્રેરે છે.