ત્રિદિવસીય મહોત્સવમાં હજ્જારો ભુલકાઓને સરસ્વતીદીક્ષા હજારોની ભેટ અને લાખોનું અનુદાન
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત કુલ 84 પ્રાથમિક શાળાઓમાં ત્રિ-દિવસીય કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ દ્વારા કુલ 3258 ભુલકાઓનું ધો.1માં અને કુલ 2369 ભૂલકાઓનું આંગણવાડીમાં નામાંકન થયું . ત્રણ દિવસ દરમિયાન કુલ 8 શાળાઓમાં ટ્રાંસપોર્ટેશનનો શુભારંભ કરવામાં આવ્યો . શાળામાં નવા પ્રવેશ પામેલ નાના ભૂલકાઓ માટે ભેટ સ્વરૂપે રોકડ રૂ. 19,000 અને વસ્તુ સ્વરૂપે રૂ. 9,55,745 નો લોક સહયોગ પ્રાપ્ત થયો.
ગઈકાલે યોજાયેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ આયોજીત કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવના ત્રિદિવસીય કાર્યક્રમના ત્રીજા દિવસે રૂટ નં. 1 થી 7 માં શહેરની વિવિધ શાળાઓ જેવી કે શાળા નં . 43 , 100 , 7૨ , 66 , 73 , 70 , 80 , 49 , 96 બી , 99 , 90 , 91 , 89 , 60 , 9૨ , 64 , 47 , 48 , 16 , 1 , 4 , રસુલપરા પ્રા . શાળા , શક્તિનગર પ્રા.શાળા , જયભારત પ્રા.શાળા , વાવડી પ્રા . શાળા , 94 , 95 અને 64 બી એમ કુલ: ૨8 શાળાઓમાં આનંદ ઉલ્લાસ અને ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી . આ કાર્યક્રમમાં ધો . 1 , ના 576 કુમાર અને 544 કન્યાઓ મળી કુલ 1120 બાળકોને શાળા પ્રવેશ કરાવવામાં આવ્યો . આંગણવાડીમાં 277 કુમાર અને ૨73 કન્યાઓ મળી કુલ 550 બાળકોને પ્રવેશ કરાવવામાં આવ્યો.
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન અતુલ પંડિત અને શાસનાધિકારી કિરીટસિંહ પરમાર મેયર પ્રદિપભાઈ ડવ , ડેપ્યુટી મેયર ડો . દર્શિતાબેન શાહ , સ્ટેન્ડિંગ ચેરમેન પુશ્કરભાઈ પટેલ , સાંસદ મોહનભાઈ કુંડારિયા , સાંસદ રામભાઈ માંકરિયા , ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, પ્રદેશ ભાજપ મોરચા અધ્યક્ષ ઉદયભાઈ કાનગડ , કિશોરભાઈ પરમાર , નરેંદ્રસિંહ ઠાકુર તથા જીતુભાઈ કોઠારી , સુરેંદ્રનગર પ્રભારી નિતિનભાઈ ભારદ્વાજ , કશ્યપભાઈ શુક્લ , શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા , સુરેંદ્રસિંહ વાળા , જિલ્લા પ્રભારી રક્ષાબેન બોળીયા , મ્યુ . કમિશનર અમિત અરોરા , ઇશ્વરભાઈ દેસાઈ , સૌરાષ્ટ્ર યુનિ . કુલપતિ ડો . ગીરીશ ભિમાણી , જિલ્લા શિક્ષણાધિકારી બી . એસ . કૈલા , ડો . ભરત રામાનુજ, આસિ . કમિશનરઓ અધિકારીઓ તેમજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વાઈસ ચેરમેન સંગીતાબેન છાયા સદસ્યોની પ્રવેશોત્સવની શાળાઓમાં પ્રેરણાદાયક ઉપસ્થિતિ રહી હતી.
શાળા નં . 89 , 90 અને 91 સમગ્ર શિક્ષા અંતર્ગત વિદ્યાર્થીઓ માટે ચાલતી ટ્રાંસપોર્ટેશન સુવિધાને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવવામાં આવ્યુ હતુ . આજ ત્રીજા દિવસે દાતાઓ દ્વારા શાળાઓને વિદ્યાર્થીઓ માટે ભેટ સ્વરૂપે રોકડમાં 1000 રૂ . અને વસ્તુ સ્વરૂપે 2,52,900 રૂ . એમ કુલ મળીને 2,53,900 રૂ નો લોક સહયોગ પ્રાપ્ત થયો. શિક્ષણાધિકારી બી . એસ . કૈલા એે પ્રાથમિક શિક્ષણનું મહત્વ સમજાવતા જણાવ્યુ કે , વ્યક્તિનો વિકાસ તેના પ્રાથમિક શિક્ષણ દરમિયાન થયેલ ઘડતર પર રહેલો હોય છે. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા યુ.આર.સી. દિપકભાઈ સાગઠીયા , શૈલેષભાઈ ભટ્ટ અને મનીષાબેન ચાવડા , સમગ્ર શિક્ષા સ્ટાફ ટીમને શિક્ષણ સમિતિ ચેરમેનએ અભિનંદન પાઠવ્યા હતા.