રાજકોટમાં સતત રોગચાળાનું પ્રમાણા વધી રહ્યું છે.જેમાં હવે રોગચાળાએ 6 વર્ષીય બાળકીનો ભોગ લીધો છે.જેમાં શહેરમાં દોઢસો ફૂટ રીંગ રોડ પર આવેલ ખોડીયાર નગરમાં રહેતી શ્રમિક પરિવારની છ માસની બાળકી આજે સવારે પોતાના ઘરે બેભાન થઈ જતા તેને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં તેનું ટૂંકી સારવારમાં મોટી ભજીયુ હતું જેમાં પ્રાથમિક તપાસ કરતા જાણવા મળ્યું હતું કે યુદ્ધ બાળકીને ઘણા દિવસોથી ચાળા ઉલટી ની બીમારી હતી જેના કારણે તેનું મોત નીપજ્યું છે. જ્યારે તેના પરિવાર દ્વારા તબીબ ની બેદરકારીનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે તેમને જણાવ્યું હતું કે તબિયત દ્વારા પ્રાથમિક સારવાર આપી બાળકીને રજા આપી દેતા તેનું મોતની નિપજ્યું છે જેથી પોલીસ દ્વારા બાળકીનું ફોરેન્સિક પીએમ કરાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બાળકીની તબિયત ગંભીર હોવા છતાં તબીબે પ્રાથમિક સારવાર આપી રજા આપી દેતા મોત થયાનું પરિવારનું નિવેદન : ફોરેન્સીક પી.એમ કરાવાશે
આ અંગેની માહિતી અનુસાર, થોડાં દિવસ અગાઉ જ 6 વર્ષીય બાળકીને તાવ આવ્યો હતો અને જેના માટે તેને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી પરંતુ ત્યાં અચાનક તેનું મોત થયું છે.
છ વર્ષીય દુર્ગા પ્રકાશ બિનને ઝાડા ઉલટી થઈ જતા પરિવારજનો સિવિલ હોસ્પિટલ લઈ આવ્યાં હતા. તેમજ કાલે સિવિલ હોસ્પિટલનિ દવા લીધા બાદ સવારે દીકરી અચાનક જ બેભાન થઈ ગઈ હતી. જે પછી તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાતા સારવાર દરમ્યાન મોત થયું હતું. જ્યારે તેમના પરિવાર દ્વારા તબીબ બેદરકારી નો આક્ષેપ કરવામાં આવ્યો હતો જેમાં તેને કહ્યું હતું કે બાળકીની બીમારી ગંભીર હોવા છતાં પણ તબીબે પ્રાથમિક સારવાર આપી તેને રજા આપી દેતા તેનું મોત નીપજ્યું હોવાનું નિવેદન આપતા પોલીસ દ્વારા હાલ ફોરેન્સિક પીએમ કરાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
છેલ્લા થોડાં સમયથી ઋતુ બદલતા રાજકોટમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો વકર્યો છે. રાજકોટમાં છેલ્લા એક અઠવાડિયામાં 10 જેટલા ડેન્ગ્યુના કેસ જોવા મળ્યા છે. જ્યારે ચિકનગુનિયાના બે કેસ નોંધાયા છે.
મહાનગરપાલિકાના આરોગ્ય કેન્દ્રમાં નોંધાયેલા સત્તાવાર આ રોગચાળાના કેસના આંકડા જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે ખાનગી દવાખાનામાં પણ દર્દીઓની ભીડ જોવા મળી રહી છે.જેથી બાળકીનું મોત નિપજતા હાલ આરોગ્ય તંત્રમાં ખળભળાટ મચી જવા પામી છે.
ઓમનગરમાં યુવકને તાવ ભરખી ગયો
ચાર દિવસ સુધી તાવની બીમારી બાદ સારવારમાં મોત નિપજતા પરિવારમાં અરેરાટી
શહેરમાં રોગચારાએ ફરી માથું છે ત્યારે ઓમ નગર પાસે મવડી પ્લોટ માં ભગત મંદિર પાસે રહેતા યુવકને છેલ્લા ચાર દિવસથી તાવ અને ઉધરસની બીમારી હોવાથી તેને પ્રથમ રાધે હોસ્પિટલ ત્યારબાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેનો આજરોજ સારવાર દરમિયાન મોતની નીપજતા પરિવારમાં અરેરાટી રાતી મચી જવા પામી છે.
બના અંગેની મળતી માહિતી મુજબ ઓમ નગર પાસે રહેતા અજીતભાઈ ચંદ્રશેખરભાઈ શર્મા નામના 35 વર્ષીય યુવકને છેલ્લા ચાર દિવસથી તાવ શરદી ઉધરસ ની બીમારીઓમાંથી તેને પ્રથમ રાતે હોસ્પિટલ ત્યારબાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં તેનો આજ સારવાર દરમિયાન મોત નીપજતા મચી જવા પામી છે બનાવવાની જાણ થતા પોલીસ સ્ટાફ હોસ્પિટલ દોડી આવ્યો હતો અને પ્રાથમિક પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, યુવકનું તાવ ની બીમારીના કારણે મોતની પછી આવવાનું બહાર આવતા હાલ આરોગ્ય તંત્રમાં દોડધામ મચી જવા પામી છે.