૫૫થી વધારે પ્રાચિન રાસ-ગરબાની રમઝટ: રંગમંચની આકર્ષક સજાવટ: ઉચ્ચકક્ષાનું આધુનિક સાઉન્ડ સિસ્ટમ

ધોળકિયા સ્કૂલ્સ-રાજકોટ તેના વિદ્યાર્થીઓમાં શ્રેષ્ઠ શિક્ષણ, ઉત્તમ સંસ્કાર અને કુશળ નેતૃત્ત્વના ગુણો વિકસાવામાં સૌરાષ્ટ્રભરમાં ખ્યાતનામ છે જ. સાથે-સાથે આ બાળકોમાં ભારતીય સંસ્કૃતિની ધરોહર સમાન મહાનત્તમ ધાર્મિક ઉત્સવ સ્વ‚પ ‘મા નવદુર્ગાના’ પ્રાચીન રાસ-ગરબા દ્વારા ભક્તિ આરાધનાનું શ્રેષ્ઠમાં આયોજન કરી. બાળકોની અંદર વિદ્યાર્થીકાળથી જ દેશપ્રેમ, દેશ-દાઝ, સંસ્કૃતિ પ્રેમ અને ધાર્મિક ભાવનાઓનું બીજા રોપણ છે. જેના ભાગ‚પે ધોળકિયા સ્કૂલ્સની આશરે ૩૫૦ બાળાઓ ચાચર ચોકમાં માતૃવંદના કરવા. માના ગુણલાં ગાવા, માને રાજી કરવાં થનગની રહી છે.ધોળકિયા સ્કુલ દ્વારા દર વર્ષે નવરાત્રીની દરેક રાત્રે પ્રાચીન પરંતુ વૈવિધ્યસભર અને નવીનત શૈલીના રાસ-ગરબાઓનું આયોજન કરે જ છે. એવી જ રીતે આ વર્ષે પણ ધોળકિયા સ્કૂલ્સના સુપ્રસિદ્ધ પ્રાચની રાસગરબા જેવા કે ‘મન મોર બની થનગાટ કરે’, ‘મોંગલ છેડતાં કાળો નાગ’ની સાથે સાથે આ વર્ષે ‘ઘોર અંધારી રે…’, ‘આસમાના રંગની ચૂંદડી’, ‘ગરબો શણગારગો, ઝૂલે ઝૂલે છે અંબા’ તેમજ આવા અનેક પ્રાચીન ગરબાઓને નવો જ ટચ અને લૂક આપી વિવિધતાસભર તૈયાર કરવામાં આવ્યા છે. ધોળકિયા સ્કુલ-રાજકોટ પંચાયતનગરચોક પાસે, જી.કે.ધોળકિયા સ્કૂલના ચાચર ચોકમાં છેલ્લા પાંચ વર્ષની ‘પ્રાચીન નવરાત્રી રાસ-ગરબા મહોત્સવ’નું શ્રેષ્ઠતમ આયોજન કરી રહી છે. જેમાં દરરોજ નવાં-નવાં પ્રાચીન રાસ-ગરબાઓ પરંપરાગત રીતે રજૂ કરવામાં આવે છે. જે નિહાળવા રોજના લગભગ સેંકડો ભક્તજનો-માઈ ભક્તો, મનોરંજન અને ઉત્સવપ્રિય લોકો આ ચાચર ચોકમાં દૂર દૂરથી આવીને એકઠા થઈ ‘મા’ની ભક્તિ આરાધનામાં સામેલ થઈને પોતાની જાતને ધન્ય બનાવી પુણ્યશાળી બને છે.છેલ્લા ૫ વર્ષથી ધોળકિયા સ્કૂલ્સ શાળા પરિવાર નવરાત્રી પ્રાચીન રાસ-ગરબા મહોત્સવ કાર્યક્રમનું આયોજન કરી રહી છે. જેમાં આશરે ૩૫૦ બાળાઓ હોંશે-હોંશે ભાગ લઈ રહી છે. આ પ્રાચીન ગરબીનું આયોજન કોઈ દિવાલ બંધ પાર્ટી-પ્લોટ કે પટાંગણમાં ટીકીટ કે એન્ટ્રી લઈને નહીં, પરંતુ જાહેર જનતા માટે ચાચર ચોકમાં ખુલ્લા મંચ ઉપર કરવામાં આવે છે. જેથી નગરના કોઈપણ વ્યક્તિ રાજા કે રંક, આબાલ-વૃદ્ધ અને કોઈપણ જ્ઞાતિ-જાતિ કે ધર્મના ભેદભાવ વગર દરેક લોકો આપણી પરંપરાગત પ્રણાલીને મનભરીને માણી શકે એવો શુભ હેતુ નવરાત્રીમાં બાળાઓને પોષ્ટિક નાસ્તો અપાશે. રાસ-ગરબા નિહાળવા વિશાળ એલઈડી સ્ક્રીન મુકાશે.ધોળકિયા સ્કૂલ્સ-રાજકોટ નવરાત્રિ મહોત્સવની જોરદાર તૈયારી અને તેમની પ્રેક્ટિસ અંદાજે ૧ મહિના પહેલાથી શ‚ કરેલ છે. જેમાં ઈન્દિરાબા જાડેજા, જયશ્રીબા, મીતાબેન શાહ, હીનાબેન આડેસરા, નેહલબેન ગાંધી, રેશુ મેડમ, અંશુમન, રાહુલ, નિકુંજ પોતાની કલા આવડત અને સુઝબુઝ વડે આ ઉત્સવને મહાઉત્સવનું ‚પ આપી રહ્યાં છે. નવરાત્રી મહોત્સવને એક મહાનત્તમ ‘મહાપર્વ’ બનાવવા સતત કટીબધ્ધ રહેતા એવા મીતુલભાઈ ધોળકિયા અને ધવલભાઈ ધોળકિયા પોતાની દુદર્શિતાની સુંદર સંચાલન કરી રહ્યાં છે.આયોજનમાં મેઈલ સિંગર્સ કુમારભાઈ પંડયા, સતિષભાઈ ગોંડલીયા, ફિમેઈલ સિંગર કૈલાસબેન પટેલ, રિધમ જનકભાઈ વ્યાસ, રાજેશભાઈ લીંબાસીયા, આશિષભાઈ ગોસાઈ, કેયુરભાઈ બુદ્ધદેવના સુમધુર અને કોકિલ કંઠે રાસ-ગરબાની રમઝટ બોલશે અને કી બોર્ડ પર હિતેષભાઈ ગોસાઈ અને ભાષ્કર શિંગાળા સુરીલી સરગમ છેડશે. રંગમંચની સજાવટ નરેન્દ્રભાઈ મેવા, રજનીભાઈ પટેલ, અનકભાઈ વાળા તથા રાજેન્દ્રભાઈ ગોકાણી સંભાલે ચે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.