ઘણી વાર તમે તમારી ડ્રીમ ગર્લ સામે હોવ છો અને તેને પોતાના દિલની વાત કહેવા ઈચ્છો છો. પરંતુ તમે ત્યારે કન્ફયુઝ હોવ છો કે, ડ્રીમ ગર્લને શું કહેવું. હકીકતમાં આ સવાલ બહુ જ અઘરો છે કે તમે પોતાના પ્રેમનો ઈઝહાર કેવી રીતે કરો
ભલે તમે બીજા શહેર કે દેશ કે પછી જુદી જુદી ઓફિસમાં હોય તો આ તક જવા ન દેશો. તમારી ગર્લફ્રેંડને એહસાસ અપાવો કે તમે તેને ખૂબ જ મિસ કરી રહ્યા છો. તેને કહેવા માટે તમે એસએમએસ કે મેલ પણ કરી શકો છો.
જ્યારે પણ તમે તેને કયાક બહાર લઈ જઇ રહ્યા છો જેમ કે ડેટ, મૂવી કે ડિનર માટે ત્યારે વાળને લઈને તેના વખાણ કરો. આ વાક્યોને સાંભળીને તેનુ દિલ જરૂર ધડકશે.
જ્યારે તમે કોઈ દિવસ તેની સાથે ખૂબ સારી સાંજ વિતાવી રહ્યા હોય તો તેને કહો કે મને તારી સાથે રહેવુ ગમે છે
ભલે તેનુ હાસ્ય સુંદર ન હોય, પણ છતા તેને કહો કે તારી સ્માઈલ અદ્દભૂત છે આ વાક્ય બોલતાની સાથે જ તેના ચહેરા પર સાચેજ એક સુંદર સ્માઈલ જોઈ શકશો.
છોકરીઓ હંમેશા આઇ લવ યુ સાંભળવા બેકરાર હોય છે પણ આ વાતનો હંમેશા ખ્યાલ રાખો કે જેટલી વાર તમે આ શબ્દ બોલી રહ્યા હોય ત્યારે દિલથી બોલો, માત્ર તમારી ડ્યુટી પૂરી કરવા નહી.