હવે ગર્લફ્રેન્ડ સાથે સુમધુર સંબંધો તુટયા બાદ જયાં સુધી તેને બીજો બોયફ્રેન્ડ કે પતિ ન મળે ત્યાં સુધી નિભાવવાનો ખર્ચ બોયફ્રેન્ડને ભોગવવો પડશે. આ પ્રકારનો ચુકાદો નડિયાદ નજીકના ભૂવેલ ગામના બ્રેકઅપથયેલા કપલના કેસમાં મળ્યો છે. કોર્ટે યુવાનને એકસ ગર્લફ્રેન્ડને ભરણપોષણ ચુકવવા આદેશ આપ્યો છે. આ કેસની વિગતો મુજબ રવી મેકવાન નામનો શખ્સ તેની ગર્લફ્રેન્ડ સાથે ૨૦૧૩માં મૈત્રી કરારથી બંધાયો હતો.
યુવતી રવી મેકવાનના પરિવાર સાથે રહેવા લાગી હતી. આ સંબંધના એક વર્ષ બાદ રવી મેકવાન અને તેના પરિવારના સભ્યોએ શારીરિક અને માનસિક ત્રાસ આપવાનું શ‚ કરતા યુવતીએ બ્રેકઅપ કર્યું હતું. બ્રેકઅપ બાદ પણ મેકવાને તેની એકસ ગર્લફ્રેન્ડને ત્રાસ આપવાનું ચાલુ રાખતા તેણે ડોમેસ્ટીક વાયોલન્સ હેઠળ પોલીસ ફરિયાદ નોંધાવી હતી અને કેસ કોર્ટમાં પહોંચ્યો હતો.
આ કેસની સુનાવણીમાં કોર્ટે અવલોકન કયુર્ંં હતું કે કપલ પતિ-પત્નીની જેમ રહેતું હતું. યુવતીના નિભાવની જવાબદારી બોયફ્રેન્ડ ઉપર હતી. રવી મેકવાને યુવતી સાથે લગ્ન ન કરી છેતરપીંડી કરી હોવાનું પણ કોર્ટે નોંધ્યું હતું. કેસમાં એડીશ્નલ મેટ્રોપોલીટન મેજીસ્ટ્રેટ એ.આર.રાવલે રવી મેકવાનને રૂ.૧ લાખનું વળતર તથા જયાં સુધી યુવતી અન્ય સાથી કે પતિ સાથે સંબંધમાં ન જોડાય ત્યાં સુધી દર મહિને રૂ.૩૦૦૦ ભરણપોષણ ચુકવવા આદેશ આપ્યો છે.
સમાજમાં મહિલાઓ ઉપર થતા અત્યાચાર અંગે ન્યાયાધીશે નોંધ્યું હતું કે, પુરુષ પ્રધાન સમાજ સમાજમાંથી દુષણને નાબુદ કરી શકયો નથી. મહિલાઓના સન્માન, ગરિમા અને સમાનતાની વાતો માત્ર વ્યાખ્યાનો અને કવિતાઓમાં જ રહી ગઈ છે. મહિલાઓ ઉપર થતા અત્યાચારના આંકડા આઘાતજનક છે. સાયન્ટીફીક અને બાયોલોજીકલ કારણોસર મહિલાઓ પુરુષો કરતા શારીરિક દ્રષ્ટીએ નબળી હોવાથી અત્યાચારનો શિકાર બને છે.