ઘણી વખત લોકો ફિલ્મ અને રિયલ લાઈફ બંનેને સરખા માની લે છે અને ફિલ્મોને જોઈને તેનું અનુસરણ પોતાના જીવનમાં કરતાં હોય છે આવી જ એક ઘટના બિહારમાં થઈ છે જ્યાં એક વ્યક્તિએ ફિલ્મી સ્ટાઇલમાં બુલેટ ચલાવવી મોંઘી પડી. આ ઘટના બિહારની છે જેમાં એક યુગલ જાહેરમાં પોતાના પ્રેમનું પ્રદશન કરી રહ્યું છે.
સામાન્ય રીતે બાઈક પર બે લોકો આગળ પાછળ બેસી શકે છે પરંતુ આ વ્યક્તિએ બાઇક ચલાવતી વખતે સ્ટંટ કહો અથવા પ્રેમનો ઓવરડોઝ પ્રેમીએ પોતાની પ્રેમીકાને બાઈકની ટાંકી પર બેસાડીને બાઈક ચલાવતો હતો. ગામના લોકોને આ કપલની આ હરકત પસંદ આવી નહીં. જ્યારે લોકોએ બાઈકની સવારી દરમિયાન ખુલ્લેઆમ પોતાનો પ્રેમ વ્યક્ત કરતા ગ્રામ જનોએ ઝડપ્યા.
https://youtu.be/V-PHVLed5yU
આ યુગલને ગામના સ્થાનિકો દ્વારા રોકવામાં આવ્યા હતાં. ગામલોકોએ તેમની નિંદા કરી હતી. ગામના લોકો આ ઘટના જોઈને ગુસ્સે ભરાયાં હતાં. આ વિડિયોમાં એક વડીલ માણસ યુગલને સલાહ- શિખામણ આપતા દેખાયા હતાં. ગામલોકોએ તેઓને ડરાવીને ખૂબ સંભળાવી હતી. તેમણે ધમકી આપી હતી કે હવે પછી તેઓ કદી ગામમાં નહીં જઈ શકે.
બુલેટ પ્રેમી યુગલનો આ વીડિયો સોશિયલ મીડિયામાં વધુને વધુ વાયરલ થઈ રહ્યો છે. બિહારના ગયા જિલ્લામાં વધુને વધુ વાયરલ થઈ રહેલો આ વીડિયો ક્યાં છે, તે હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ વીડિયોમાં યુવક પોતાનું સરનામું ગયા તરીકે જણાવી રહ્યો છે. આ વીડિયોમાં ગ્રામીણ પર્યાવરણના લોકો પણ ચેતવણીના આપી રહ્યા હોવાનું જણાય છે.