ગર્લ ફ્રેન્ડ સાથે પૈસાની કર્યા બાદ ત્રણ મિત્રોએ કારમાં અપહરણ કરી પટ્ટા અને લાકડીથી લમધાર્યો

મંગળા રોડ પર આવેલા શારદાનગરના સોની યુવાનને બીગ બાઇટ પાસે રહેતી ગર્લ ફ્રેન્ડ સાથે પૈસાની કર્યા બાદ ગર્લ ફ્રેન્ડે પોતાના અન્ય ત્રણ બોય ફ્રેન્ડની મદદથી માર ખવડાવ્યાના આક્ષેપ સાથે સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થયો છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શારદાનગરમાં રહેતા અને વિમાનું કામ કરતા હર્ષ રજનીભાઇ લોઢીયા નામના ૨૦ વર્ષના સોની યુવાન ગંભીર રીતે ઘવાયેલી હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થયા હતો તેને પાર્થ પટેલ, જયદીપ અને દીપ મહેતા નામના શખ્સોએ પટ્ટા અને લાકડીથી માર માર્યાનો આક્ષેપ કર્યો હતો.

હર્ષ લોઢીયાની ગર્લ ફ્રેન્ડ દર્શની શાહ પાસેથી રૂ.૧૫ હજાર પાંચ માસ પહેલાં ઉછીના લીધા હતા તે એક માસ બાદ પરત આવ્યા ત્યારે દર્શનીને વધુ પૈસાની જરૂર હોવાથી વધારે રૂ.૨૫ હજાર એટલે કે કુલ રૂ.૪૦ હજાર આપ્યા હતા.

દરમિયાન હર્ષ લોઢીયાને અકસ્માત થતા પોતાની ગર્લ ફ્રેન્ડ પાસે રૂ.૨૫ હજારની ઉઘરાણી કરી હતી તે તેણીને પસંદ પડયું ન હોવાથી દર્શની શાહે તેના અન્ય બોય ફ્રેન્ડ પાર્થ પટેલ, જયદીપ અને દીપ મહેતા પાસે માર ખવડાવ્યો હોવાનો હર્ષ લોઢીયાએ જણાવ્યું હતું.

હર્ષ લોઢીયા ગઇકાલે કૈલાશ પાર્કમાં પોતાના દાદીના ઘરે હતો ત્યારે રાતે પોતાના મિત્ર પ્રકાશના મોબાઇલમાંથી રીંગ આવતા મોબાઇલ ઉપાડતા પાર્થ પટેલે વાત કરી દર્શની શાહના પૈસાની અંગે સમાધાન કરવા ગોપાલ ચોકમાં બોલાવ્યો હતો.

ગોપાલ ચોકમાં ગયેલા હર્ષ લોઢીયાને પાર્થ પટેલની અલ્ટ્રો કારમાં બેસાડી દીધો હતો ત્યારે કારમાં દીપ મહેતા અને જયદીપ હાજર હતા તેઓએ માર મારી મુંઝકા અને ત્યાંથી સાધુ વાસવાણી રોડ પર લઇ જઇ પટ્ટા અને લાકડીથી માર માર્યાનું જણાવ્યું હતું. અને સમાધાનના રૂ.૬૦ હજાર આપવા ધમકી દઇ પોલીસમાં ફરિયાદ કરવી હોય તો કરવા કહી પોતાને પોલીસમાં સારી વગ હોવાનું કહી ધમકાવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.