વ્રજવાસી કાન્હા કૌશિકજી મધુર વાણીમાં કથાનું રસપાન કરાવશે: કથા દરમિયાન વિવિધ ધાર્મિક પ્રસંગો ભકિતભાવ પૂર્વક ઉજવાશે: આયોજકો ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે
રાજકોટ હાલારી શ્રીમાળી સોની નવચેતના ગ્રુપ દ્વારા આગામી તા. ૧૦-૧ ને શુક્રવારથી તા. ૧ર-૧ સુધી શહેરના જશુબાઇ મંડાણ, ખત્રીવાડ, હવેલી પાસે દરરોજ બપોરે ૪ થી ૭ કલાક દરમ્યાન ગીરીરાજજી મહાત્મ્ય કથાનું ત્રિદિવસીય ભવ્ય આયોજન કરાયું છે. વ્રજવાસી કાન્હા કૌશિકજી (વ્રજધામ- જતીપુરાના નિવાસી) વ્યાસપીઠે બીરાજી મધુરવાણીમાં કથાનું રસપાન કરાવશે.
ભાગવત ગીતા, રામાયણ સેવા અનેક ગ્રંથનું શ્રવણ સૌ કોઇએ કર્યુ હશે પણ ગીરીરાજજી ગાથાનું શ્રવણ ઘણા વૈષ્ણવોએ કર્યુ નહિ હોય ત્યારે સર્વે વૈષ્ણવજનો માટે સોની નવચેતના ગ્રુપ દ્વારા એક નવા ગાથા (કથા) ગીરીરાજજી મહાત્મ્ય કથાનું આયોજન કરવામાં આવ્યું છે. ગીરીરાજજી (જતીપુરા) ના દર્શનાર્થે સૌ કોઇ વ્રજમા ગયા હશે પણ તેમની લીલા, ત્યાંના ઘાટનું મહત્વ, ૭ કોષીની પરિક્રમાનું મહત્વ ૧૦૮ પરિક્રમાનું મહત્વ એવી ઘણી બધી વાત ઘણા વૈષ્ણવોને ખબર નહિ હોય તો આ તમામ પ્રસંગો, મહત્વ ગીરીરાજજી મહાત્મ્ય કથામાં વર્ણવાશે. કથાનું રસપાન કરવા શહેરની દરેક ધર્મપ્રેમી જનતાને આયોજકો દ્વારા અનુરોધ કરાયો છે. વધુમાં વધુ લોકો આ કથાનો લાભ લ્યે તે માટે આગેવાનોએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.