ઓખા જ્ઞાન મંદીર દ્વારકાધીશ મંદીરે પવિત્ર પુરૂષોતમ માસે પરંપરા પ્રમાણે સમગ્ર મહીના દરમ્યાન તીથી મુજબ ઉત્સવો ઉજવાય છે. જેમાં આજે રોજ અધીક જેઠ વદ નવમીના દિવસે ઓખા ગાયત્રી જ્ઞાન મંદીરમાં દ્વારકાધીશના સન્મુખે ઓખા રધુવંશી મહીલા મંડળ દ્વારા ગીરીરાજ મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો.
અહી મંદીરના પુજારી પુત્ર આશીષ વાગડાતથા ગુગળી પ૦પ જ્ઞાતિના યુવાનો દ્વારા દ્વારકાધીશએ ગીરીરાજના શ્રૃંગાર દર્શન રાખવામાં આવ્યા હતા. જેમાં ગીરીરાજજજીની મહાઆરતીનો લાભ મોટી સંખ્યામાં ભકતજનોએ લીધો હતો. આ પ્રસંગે ઓખા નગરપાલિકા પ્રમુખ વંદનાબેન વિઠ્ઠલાણ, ઓખા રધુવંશી મહીલાના પ્રમુખ નાબેન બારાઇ તથા તેમની મહીલા ટીમ ખાસ હાજર રહ્યા હતા છેલ્લે ઓખા ગુંગળી પ૦પ ના વડીલ મીનભાઇએ સર્વ વૈષ્ણવો સાથે ઓખા મહીલા મંડળનો આભાર વ્યકત કર્યો હતો.