- મન મેરા મંદિર ,શિવ મેરી પૂજા ,શિવ સે બડા નહિ કોઈ દુજા
- જગાબાપાએ સૌના કામ કર્યા છે એટલે “ઉદાસી આશ્રમ” આવતા તમામ શ્રદ્ધાળુઓની મનોકામના પૂર્ણ થાય છે
- જયમંત દવેએ “જોગીડો મારો કાળો એની ભક્તિ છે, રૂપાળી ગાઇને, સૌને મંત્રમુગ્ધ કર્યા: શિવકથામાં ગોપીઓએ રાસ ગરબાની રમઝટ બોલાવી
- પાટડી સ્થિત જગા બાપા પ્રેરિત ઉદાસી આશ્રમ ખાતે દિવ્ય અને ભવ્ય શિવકથાના ચોથા દિવસે શિવજીના લિંગ સ્વરૂપના તેમજ મહિમા અને તેમના ભક્તો પરની કૃપાનું વર્ણન કરતા આંતરરાષ્ટ્રીય કથાકાર ગીરીબાપુ સંગીતમય શૈલી સાથે કથાનું રસપાન
કરાવતા જણાવ્યું હતું કે શિવલિંગ એ ભગવાન શિવનું પ્રતીક છે અને હિન્દુ ધર્મમાં તેનું ખૂબ જ મહત્વ છે. શિવલિંગને શિવજીનું નિરાકાર સ્વરૂપ માનવામાં આવે છે, જે અનંત અને સર્વવ્યાપક છે.શિવલિંગ બે શબ્દોથી બનેલું છે: “શિવ” અને “લિંગ”. “શિવ” નો અર્થ કલ્યાણકારી અને શુભ છે. “લિંગ” નો અર્થ પ્રતીક અથવા નિશાની છે. શિવલિંગની પૂજા કરવાથી ભક્તોને આધ્યાત્મિક શાંતિ અને સમૃદ્ધિ મળે છે.શિવલિંગની પૂજા કરવાથી વ્યક્તિના પાપોનો નાશ થાય છે અને મોક્ષ પ્રાપ્ત થાય છે. શિવલિંગની પૂજા કરવાથી વ્યક્તિને શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત દરેક શિવ મંદિરમાં કાળભૈરવને પ્રણામ કરવાનું વિશેષ મહત્વ છે. કાળભૈરવ એ ભગવાન શિવનું રૌદ્ર સ્વરૂપ છે અને તેમને શિવ મંદિરોના રક્ષક માનવામાં આવે છે. તેથી, શિવ મંદિરમાં દર્શન કરવા જઈએ ત્યારે કાળભૈરવને પ્રણામ કરવાથી ભગવાન શિવની સાથે તેમના રક્ષકની કૃપા પણ પ્રાપ્ત થાય છે. શિવ મંદિરોના રક્ષક માનવામાં આવે છે. તેઓ મંદિરની અને ત્યાં આવતા ભક્તોની રક્ષા કરે છે.કાળભૈરવને પ્રણામ કરવાથી ભગવાન શિવની કૃપા પ્રાપ્ત થાય છે અને જીવનમાં સુખ-શાંતિ આવે છે.શિવ અને પાર્વતીનો સંબંધ વિશ્વાસ અને શ્રદ્ધાનો પર્યાય છે. આ દિવ્ય યુગલ પ્રેમ, સમર્પણ અને એકબીજા પ્રત્યેના અતૂટ વિશ્વાસનું પ્રતીક છે. પાર્વતીજીએ શિવજીને પતિ તરીકે મેળવવા માટે કઠોર તપસ્યા કરી હતી, જે તેમની શ્રદ્ધાનું ઉત્તમ ઉદાહરણ છે. શિવ અને પાર્વતી એકબીજાના પૂરક છે અને પાર્વતીનો સંબંધ એ વિશ્વાસ અને શ્રદ્ધાનું દિવ્ય પ્રતીક હતીછે.જયમંત દવેએ જોગીડો મારો કાળો એની ભક્તિ છે રૂપાળી ગાઇને સૌને મંત્રમુગ્ધ કર્યા હતા, તેમજ શિવ કથામાં ગોપીઓએ રાસ ગરબાની રમઝટ બોલાવી હતી, ભાવેશ બાપુના માતૃશ્રી જ્યોત્સના બા તેમજ જગાબાપુના માતૃશ્રી રંભા બા ઉપસ્થિત કથા શ્રવણ નો લાભ લીધો હતો આ ઉપરાંત રાજકોટના જયેશભાઈ સોરઠીયા દ્વારા ગીરીબાપુના સંપર્ક પાટડી ઉદાસી આશ્રમ ખાતે શિવકથાનું દિવ્ય આયોજન થયું છે, રાજકોટના ઉદ્યોગપતિ રાજેશ અકબરી, પીએસઆઇ કુલદીપભાઈ ગઢવી, પૂર્વ ધારાસભ્ય કમાભાઈ રાઠોડ, પી.આઈ રાજવી સાહેબ તેમજ પાટણ ચુડેલમાતા મંદિરના મહંત શંકરપુરી, ગેડીયા ધામના લઘુ મહંત ભગવનદાસબાપુ તેમજ જગદીશભાઈ ,વિઠ્ઠલભાઈ, નરેશભાઈ મુકેશભાઈ ,નિવાસભાઈ, જીગ્નેશ દવે( ગાંધીનગર )ધર્મેશભાઈ (બરોડા) સુરાભાઈ પટેલ ,હિતેશભાઈ પટેલ ,હિમાંશુભાઈ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા તેમજ મહાઆરતીનો લાભ લીધો હતો.
કબ્રસ્તાનમાં શિવલિંગોની હાજરી જીવન અને મૃત્યુનું ચક્રને દર્શાવે છે
કાશીને ભગવાન શિવનું નિવાસસ્થાન માનવામાં આવે છે. કાશીમાં મૃત્યુ પામનાર વ્યક્તિને મોક્ષ મળે છે એવું પણ કહેવામાં આવે છે પરંતુ મળદાઓની વચ્ચે અહીં કબ્રસ્તાનમાં આવેલા ત્રણ શિવલિંગો, જે અકાર, મકાર અને ઉકારના પ્રતીક છે, તે કાશીની આધ્યાત્મિકતા અને શિવજીના મહત્વપૂર્ણ પ્રતીકો છે. કાશીમાં ત્રણ શિવલિંગોના દર્શન માટે સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે. આ શિવલિંગો કાશીના ધાર્મિક અને સાંસ્કૃતિક વારસાનો
ભાગ છે અને તે ભક્તો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. સૃષ્ટિના સર્જન, પાલન અને સંહારના પ્રતીક છે. કબ્રસ્તાનમાં શિવલિંગોની હાજરી જીવન અને મૃત્યુના ચક્રને દર્શાવે છે. તે શિવજીની સર્વવ્યાપકતા અને મોક્ષ પ્રદાન કરવાની તેમની ક્ષમતાનું પ્રતીક છે, આ શિવલિંગો કાશીની આધ્યાત્મિક ઊંડાઈ અને શિવજીના મહત્વને વધારે છે.આ શિવલિંગો માત્ર ધાર્મિક મહત્વ જ નહીં, પણ કાશીના ઇતિહાસ અને સંસ્કૃતિનો પણ એક અભિન્ન ભાગ છે.
શિવકથાની સુચારૂ વ્યવસ્થા કરનાર “અબતક” મેનેજીંગ તંત્રી સતીષકુમાર મહેતાની ગુરૂભક્તિની પૂ.ગિરિબાપુએ કરી સરાહના
અબતકના મેનેજિંગ તંત્રી સતીષકુમાર મહેતા દ્વારા શિવ કથાનું સુ-ચારુ આયોજન કરવામાં આવ્યું છે, પંડાલની વ્યવસ્થા એવી રીતે કરવામાં આવે છે કે જેથી ભક્તોને શાંતિ અને આધ્યાત્મિકતાનો અનુભવ થાય. ફૂલો, રોશની અને અન્ય શણગારથી સજાવવામાં આવે છે પંડાલમાં ધાર્મિક વાતાવરણ બનાવવામાં આવે છે, જેથી ભક્તોને શાંતિ અને આધ્યાત્મિકતાનો અનુભવ થાય.શિવ કથાના પંડાલની સુંદર વ્યવસ્થા ભક્તોને એક અવિસ્મરણીય અનુભવ પ્રદાન કરે છે. માત્ર પંડાલ જ નહીં પરંતુ સંપૂર્ણ વ્યવસ્થા જાળવીને સુંદર આયોજન કરવામાં આવ્યું છે તેમજ મેનેજીંગ તંત્રી સતીષકુમાર મહેતાની ગુરુભક્તિનો પણ ગીરીબાપુ એ આદર કર્યો હતો ,ગુરુ ભક્તિ એ ભારતીય સંસ્કૃતિનો એક મહત્વપૂર્ણ ભાગ છે. ગુરુને ભગવાનથી પણ ઊંચો દરજ્જો આપવામાં આવે છે, ગુરુ ભક્તિ એ માત્ર એક પરંપરા નથી, પરંતુ તે જીવનને સફળ અને સાર્થક બનાવવાનો એક માર્ગ છે. ગુરુ જ્ઞાનનો ભંડાર છે.
બુદ્ધિની વૃદ્ધિ અને શુદ્ધિ કરનાર શિવ પૂજાનો ચોક્કસ ક્રમ
સોમવારનો દિવસ શિવ પૂજા માટે વિશેષ માનવામાં આવે છે. મહાશિવરાત્રીનો તહેવાર શિવ પૂજા માટે સૌથી શુભ માનવામાં આવે છે પરંતુ શિવ પૂજા નો કોઈ સમય નથી હોતો, શિવ પૂજા દરમિયાન સ્વચ્છતા અને પવિત્રતાનું ધ્યાન રાખો.શિવ પૂજાની સાથે સાથે, નિયમિતપણે ધ્યાન અને યોગ કરવાથી પણ બુદ્ધિની વૃદ્ધિ થાય છે, આ ઉપરાંત શુદ્ધિકરણ એ પૂજા શરૂ કરતા પહેલાં, સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો પહેરો, પૂજા સ્થળને ગંગાજળથી શુદ્ધ કરો,શિવજીને ગાયનું દૂધ ચડાવવાનું અનેક કારણો છે, ગાયને હિન્દુ ધર્મમાં પવિત્ર માનવામાં આવે છે, અને તેનું દૂધ પણ
પવિત્ર માનવામાં આવે છે.શિવજીને પવિત્રતા અતિ પ્રિય છે, તેથી તેમને ગાયનું દૂધ ચડાવવામાં આવે છે,આ ઉપરાંત, શ્રાવણ મહિનામાં શિવજીને ગાયનું દૂધ ચડાવવાનું વિશેષ મહત્વ છે.કોઈપણ પૂજા પહેલાં ગણેશજીની પૂજા કરવી જરૂરી ત્યારબાદ શિવલિંગ પર ચંદનનું તિલક કરો,સુગંધિત દ્રવ્યોનો છંટકાવ કરવો ,બિલ્વપત્ર, ધતૂરો, અને ફૂલ અર્પણ કરો, ધૂપ અને દીવો પ્રગટાવો, શિવજીને ફળ અથવા મીઠાઈનો ભોગ લગાવો,શિવજીની આરતી કરો.
પાટડી ઉદાસી આશ્રમમાં નાત -જાતના ભેદ વિના શિવધારાની પ્રથાનું અનુસરણ
શિવધારા એ એક આધ્યાત્મિક પ્રથા છે, જે ભગવાન શિવની પૂજા સાથે સંકળાયેલી છે. આ પ્રથામાં જાતિવાદને કોઈ સ્થાન નથી. શિવધારા એ ભક્તિ અને સમર્પણની પ્રક્રિયા છે, શિવધારા એ એક સાર્વત્રિક પ્રથા છે, જે તમામ મનુષ્યો માટે ખુલ્લી છે.શિવજીને સર્વવ્યાપી માનવામાં આવે છે, જે તમામ જીવોમાં વસે છે એવી જ રીતે પાટડી ઉદાસી આશ્રમ ખાતે પણ તમામ મનુષ્ય સમાન માનવામાં આવે છે સૌને આવકારવામાં આવે છે તેમજ નાત -જાતના ભેદ વગર શિવધારાની પ્રથાને અનુસરવામાં આવે છે.
ખ્યાતનામ કલાકારોને સંગ સંગીતના સુરે, ઢોલ-નગારાના તાલે ભાવિકો રાસ રમ્યાં
પાટડી ઉદાસ આશ્રમ ખાતે શિવકથાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે તે અંતર્ગત દિવ્ય અને ભવ્ય રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યો, ઢોલ અને અન્ય પરંપરાગત સંગીત વાદ્યોના સથવારે ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા આ રાસ ગરબામાં માત્ર નૃત્ય જ નહીં, પરંતુ ભક્તિ અને શ્રદ્ધાનો ભાવ પણ જોવા મળે છે.પાટડી ઉદાસ આશ્રમ ખાતેના રાસ ગરબા એ એક આધ્યાત્મિક અને સાંસ્કૃતિક અનુભવ છે, જે દરેકને મંત્રમુગ્ધ કરી દે છે.રાસ ગરબા માં ખ્યાતનામ્ કલાકાર દિવ્યાબેન ચૌધરી, કિંજલબેન રબારી, રાકેશ બારોટ, ઉમેશ બારોટ અને વિશાલ ઠાકોરે સંગીતના સુરે અને ઢોલ નગારા ના તાલે સૌને ગરબે ઘૂમાવ્યા હતા ,તેમજ પરંપરાગત ગુજરાતી લોકગીતો અને ગરબા ગીતો ગાવામાં આવ્યા હતા, ઉદાસ આશ્રમ ખાતે રાસ ગરબા એ એક આધ્યાત્મિક અને સાંસ્કૃતિક અનુભવ થયો હતો, રાસ ગરબા એ ગુજરાતની સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાનો એક મહત્વપૂર્ણ ભાગ છે. રાસ ગરબા લોકોને એક સાથે લાવે છે અને સામાજિક એકતાને પ્રોત્સાહન આપે છે.ઉદાસી આશ્રમ ખાતે અનેક ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે પરંતુ રાસ ગરબામાં સ્થાનિક લોકો અને આશ્રમના ભક્તો મોટી સંખ્યામાં ભાગ લીધો હતો, ગુજરાતની સંસ્કૃતિનો એક અનોખો રંગ છે.રાસ ગરબા એ માત્ર નૃત્ય જ નથી, પરંતુ તે એક ઉત્સવ છે, જેમાં લોકો આનંદ અને ઉત્સાહ સાથે ભાગ લે છે.રાસ ગરબા એ ગુજરાતની સંસ્કૃતિનો એક અભિન્ન ભાગ છે, અને તે આનંદ, ઉત્સાહ અને ઉલ્લાસનું પ્રતીક છે.