પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનીધ્યમાં ચાલતી શિવકથામાં આંતરરાષ્ટ્રીય શિવકથાકાર  ગિરિબાપુ સાવરકુંડલાવાળાનુ વર્લ્ડ બુક ઑફ રેકોર્ડમાં નામ નોંધાયુ છે.લંડનની સંસ્થા દ્વારા સન્માન કરવામા આવ્યુ અને વર્લ્ડ બુક ઑફ રેકોર્ડ લંડનમાં નોંધ લેવાઈ અને એવોર્ડ આપવામા આવ્યો શિવકથાકાર શ્રી ગિરિબાપુના નામની નોંધ આ બુકમાં લેવામાં આવી છે વિશ્વ લેવલે શિવકથાના શ્રેષ્ઠ કથાકાર તરીકે રેકોર્ડ સ્થાપિત કર્યો છે.જેનુ સન્માનપત્ર સોમનાથ ટ્રસ્ટના સેકરટ્રી  પી.કે. લહેરી  મેનેજર વિજયસિહ ચાવડા, સોમનાથ ટ્રસ્ટ,શૈલેષભાઈ બારડ પ્રેસિડેન્ટ વલર્ડ બુક ઓફ રેકોર્ડ લંડન સૌરાષ્ટ્ર કચ્છ અને દિવ પ્રદેશ,ભાવનાબેન બારડ સેકરેટરી વલર્ડ બુક ઓફ રેકોર્ડ, ઉદયભાઈ કાનગડ ચેરમેન સ્ટેનંડીગ કમીટી રાજકોટ સહીતા મહાનુભવોના હસ્તે એનાયત કરવામાં આવેલ.  ગિરિબાપુએ આ એવોર્ડ તરતજ એમના માતુશ્રી કાંતાબા અને મામા રમેશભારથીને સુપુર્ત કર્યો હતો. તેમના માતુ અને ઉપસ્થિત તમામ શ્રોતાજનો આ પ્રસંગે ભાવ વિભોર બન્યા હતા આ તકે સોમનાથ ટ્રસ્ટના સેકરેટ્રી શ્રી પી.કે. લહેરી સાહેબે આવતા વર્ષે પણ સોમનાથ મહાદેવનાં સાનિધ્યમાં શિવકથાનુ આયોજન થશે તેવી જાહેરાત કરી હતી તેમજ બાર વર્ષ સુધી દર વર્ષે એક શિવકથાનુ આયોજન થશે તેવુ પણ જણાવ્યું હતું. બાપુએ જણાવ્યું હતું કે આ મારા કથાકાર તરીકેની સૌથી આનંદની પળ ગણુ છું. અને સૌથી આનંદ તો એ વાતનો છે કે આ તકે મારા માતુશ્રીની ઉપસ્થિત છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.