સેલવાસના આરડીસી તેમજ મામલતદારની મધ્યસ્થી બાદ સમગ્ર મામલો થાળે પડયો વિદ્યાર્થીઓએ હડતાલ સમેટી
સ્કુલ સમયમાં બદલાવને લઈ સેલવાસના રખોલી હાયર સેક્ધડરીના વિદ્યાર્થીઓ હડતાલ પર ઉતરી ગયા છે. સ્કુલની બહાર મોટી સંખ્યામાં વિદ્યાર્થી જમા થઈ ગયા હતા.
દાદરા નગર હવેલી શિક્ષા વિભાગ દ્વારા ગત સપ્તાહે પ્રદેશની ધણી શાળાઓમાં સમય પત્રકમાં ફેરફાર કરાયો હતો. જેના કારણે વિદ્યાર્થીઓને ઘણી પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. આ અંગે વિદ્યાર્થીઓ દ્વારા સ્કુલના આચાર્ય તથા શિક્ષકોને પણ જાણકારી અપાઈ પરંતુ કોઈ નિર્ણય ન આવવાથી વિદ્યાર્થીઓએ સોમવારે સવારથી એકત્રીત થઈ હડતાલ કરવાનો નિર્ણય કર્યો જેના કારણે પ્રશાસનના અધિકારીઓ દોડતા થઈ ગયા અને પોલીસની ટીમ તથા મામલતદારે પહેલ તો વિદ્યાર્થીઓ ને સમજાવવાની કોશિષ કરી પરંતુ વિદ્યાર્થીઓ માન્ય નહી વિદ્યાર્થીઓએ કહ્યું કે જયાં સુધી અમારી માંગ નહી સ્વીકારાય ત્યાં સુધી અમારી હડતાલ ચાલુ રહેશે. સમગ્ર પરિસ્થિતિ વધુ વિકટ બનતા સેલવાસ આરડીસી રખોલી સ્કુલમાં પહોચ્યા અને ત્યાં શિક્ષણ વિભાગનાં અધિકારી પણ પહોચ્યા અને બાળકોને સમજાવવાની કોશિષ કરી કે તમારા ભવ્યિ માટે અત્યારે સમયમાં ફેરફાર કરાયો છે. વિદ્યાર્થીઓએ આરડીસીને કહ્યું કે ઘણા વિદ્યાર્થીઓ દૂર થક્ષ આવે છે. જે સવારના સમય વહેલો કરી દેતા અને બપોરનાં સમયમાં એક કલાક વધારી દેતા અમને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ દરમિયાન આરડીસી એ વિદ્યાર્થીઓને આશ્ર્વાસન આપ્યું કે તમને જે કોઈ પ્રશ્ર્ન છે. તેની શિક્ષણ વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરી યોગ્ય નિકાલ કરવાનો પ્રયાસ કરાશે આરડીસીની મધ્યસ્થતા બાદ શાળાના વિદ્યાર્થીઓ ફરી કલાસમાં જતા રહ્યા.