ગીર ગઢડા સમાચાર
રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ – ગીર ગઢડા પથ સંચલન દ્વારા ગીર ગઢડા તાલુકાના જામવાળા ગામે તા.૨૯/૧૦/૨૦૨૩ ના ગીર ગઢડા તાલુકા રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના કાર્યકર્તા દ્વારા પથ સંચલન કરવામાં આવ્યું હતું.જેમાં તાલુકાના 18 ગામમાંથી 263 સ્વયમ સેવક ઉપસ્થિત રહ્યા હતા. જામવાળા ગામ ના લોકો દ્વારા પરમ પૂજ્ય ભગવા ધ્વજ ને ફૂલો દ્વારા વધાવવામાં આવ્યો હતો .
વિશાળ સંચલનમાં નાના બાળકો પણ હર્ષ ભેર આનંદથી જોડાયા હતા. સંચલનની સાથે સાથે શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું અને મુખ્ય બૌધિક વક્તા બાઉદિંન કોલેજના અધ્યાપક અને વિભાગના પ્રચાર પ્રમુખ શ્રી રાજેન્દ્રસિંહ પરમાર ઉપસ્થિત રહ્યા હતાં જેના દ્વારા ડો. હેડગેવાર સાહેબ દ્વારા સંઘ સ્થાપના થી લઈ ને આજ સુધી સંઘ દ્વારા રાષ્ટ્ર નિર્માણ માટે કરવામાં આવેલ કાર્ય ની માહિતી આપી હતી , રાષ્ટ્ર ભક્તિ માનવ જીવન માટે ખૂબ મહત્વ ધરાવે છે તેના અલગ અલગ ઉદાહરણ દર્શાવ્યા હતા. હાલ આપણો દેશ ભારત વિશ્વ માં આપણી સંસ્કૃતિ અને સભ્યતા માટે વખણાય છે. G 20 જેવા કાર્યક્રમ માટે આપણો દેશ યજમાન રહ્યો છે
સનાતન ધર્મ પતાકા વિશ્વ માં ફેલાય રહી છે તો ભારત ના સૌ નાગરિક એક થાય ને રાષ્ટ્ર ના કલ્યાણ ની ભાવના કરે તે બાબતે સ્વયમ સેવક ને સંદેશો આપ્યો હતો. સ્વયમ સેવક દ્વારા સેવા કાર્ય માં હર હંમેશ મોખરે રહે છે જેવા કે કચ્છ નો ભૂકંપ હોઈ , ટૌકટે વાવાઝોડું હોઈ તે મોરબી પુલ દુર્ઘટના હોઈ . સ્વયમ સેવક ઊભા પગે સેવા કાર્ય માં જોડાય છે . તાલુકા કાર્ય વાહ દ્વારા પણ ગીર ગઢડા સ્વયમ સેવક દ્વારા કરવામાં આવેલ સેવાની વાત કરવામાં આવી હતી અને આ વખતે સંઘ નો જીલાનો પ્રાથમિક વર્ગ સરસ્વતી કોલેજ ગીરગઢડા માં હોઈ તે બાબતે વાત કરવામાં આવી હતી અને નાતી જાતિ ના ભેદભાવ વગર આપણે સૌ એક જ છીએ તે બાબતે ગંભીરતા પૂર્વક સમજ આપી હતી.