અબતક, મનુ કવાડ
ગીરગઢડા
થોડા દિવસો પહેલાં સાધુ સમાજ દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું હતું તેમાં ગીરગઢડાનાં પત્રકાર સાથે PSI અધેરા દ્વારા ગેરવર્તન કરી અને પોલીસ સ્ટેશન ની બહાર નીકળી જવા કહ્યું હતું તે બાબતે ગીર ગઢડા તાલુકાના જાગૃત યુવાનો દ્વારા ગીર ગઢડા મામલદાર કચેરી ખાતે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.
ગીર ગઢડા PSI અઘેરાની નજર હેઠળ ગીર ગઢડામાં ઠેર ઠેર દારૂના અડ્ડાઓ જુગાર જેવી અનેક ગેરકાયદેસર પ્રવૃતિઓ થતી હોય તેમજ ગીર ગઢડા તાલુકાના PSIને ગીર ગઢડામાં ત્રણ વર્ષથી ઉપરનો સમય થઈ ગયો હોય તેમ છતાં બદલી થઈ નથી અને રાજકીય આગેવાનોની ઓથ ધરાવે છે તેવા આક્ષેપો લોકો દ્વારા લગાડવામાં આવ્યા છે.
તેથી PSI ગીર ગઢડા તાલુકાનાની જનતા સાથે કેહવાનો રૂઆબ બતાવતા હોય બુટલેગરોને સાવરતા હોય તેવા ગીર ગઢડા મા ખુલ્લા દારુના હાટડાઓ સાલતા હોય તેવા ફોટા વિડિયો સાથે સમાચાર પ્રસિદ્ધ કરતા, સાચા સમાચાર પ્રસિદ્ધ કરનાર પત્રકારો સામે ગેરવર્તન કરી પોતાના હોદ્દાનો દૂર ઉપયોગ PSI કરે છે તેવા મુદ્દા સાથે ગીર ગઢડા મામલદાર મારફત મુખ્ય મંત્રીને આવેદન આપવામાં આવ્યું.