સગીરાને પ્રેમઝાળમાં ફસાવી પરણીત શખ્સે આચર્યું કૃત્ય

ગિરગઢડા પંથકની  સગીરા પર  દુષ્કર્મ  આચરવાના ગુનાનોકેસ ઉનાની   સ્પેશીયલ   અદાલતમાં ચાલીજતા ન્યાયધીશે નરાધમ  શખ્સને 10 વર્ષની કેદ અને  દંડ ફટકારતો હુકમ કર્યો છે.

ગીર ગઢડા તાલુકાના કરેણી ગામે રહેતો   અનેએક દીકરી નો પિતા રામ કાનાભાઈ ચુડાસમા ઉંમર વરસ 28એ ગત તારીખ 3/08/2020ના કરેણી ગામ ની 17વરસ ની સગીર યુવતી ને લલચાવી ફોસલાવી ભગાડી જઇ જૂદી જૂદી જગ્યાએ લઇ જઇ અવાર નવાર દુષ્કર્મ કરેલ હતું આ અંગે ની ગીર ગઢડા પોલીસ સ્ટેશન માં આરોપી રામ કાના ચૂડાસમા સામે ફરીયાદ નોંધાવી હતી

પોલીસે આરોપી સામે પોષકો ની વિવિઘ કલમો મુજબ ગુનો દાખલ કરી આરોપી ને પકડી ઘરપકડ કરી હતી અને કોર્ટ માં ચાર્જ સીટ દાખલ કરેલ હતું

જેનો કેસ ઊના માં આવેલ પોસ્કો કોર્ટ માં ચાલેલ અને ફરિયાદ પક્ષે સરકારી વકીલ મોહનભાઈ ગોહેલ એ ફરિયાદી, સાહેદ ની જુબાની મેડિકલ રિપોર્ટ એફ એસ એલ. રિપોર્ટ પોલીસ અઘિકારી ની જુબાની પુરાવા રજૂ કરી ધાર દલિલ કરી આકરા માં આકરી સજા કરવા માગણી કરી હતી

ઊના ની સ્પેશિયલ પોસ્કો કોર્ટ ના જજ શ્રી રેખા બેન આસોડિયા એ પુરાવા અને દલિલો અને જુબનીઓ માન્ય ગણી આરોપી રામ કાના ભાઈ ચુડાસમા રે.કરેણી તા. ગીર ગઢડા વાળા ને દસ વરસ ની સખત કેદ ની સજા અને રૂપિયા 5000/દંડ ની સજા કરી

હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.