સોમનાથ જિલ્લાના ૬ ગામોમાં વૃક્ષવન બનાવવાનું સુંદર આયોજન
જિલ્લા ગ્રામ્ય વિકાસ એજન્સી ગીર સોમનાથ હસ્તક ચાલતી મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાહેંધરી યોજના તથા દિન દયાલ અંત્યોદય યોજના રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા ના સંયુક્ત ઉપક્રમે ગીર સોમનાથ જિલ્લાના દરેક તાલુકામાં તાલુકા દીઠ એક એક ફૂલ ૬ગામોમાં વૃક્ષા રોપાણની કામગીરી હાથ ધરી વૃક્ષ વન બનાવવા માટેનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. તે પૈકી તાજેતરમાં ગીર ગઢડા તાલુકાના ફરેડા ગામે તપકેશ્ચર વનમાં ૧૧,૧૧૧ વૃક્ષોના વાવેતર કામનો શુભ આરંભ કરવામાં આવ્યો છે. કલેકટર ગીર સોમનાથ તથા જિલ્લા વિકાસ અધિકારી ગીર સોમનાથના હસ્તે કરવામાં આવેલા એક સાથે ૧૧,૧૧૧ વૃક્ષોના વાવેતરની ઘટના ગીર સોમનાથ જિલ્લામાં પ્રથમ વખત બની છે ઉત્તમ કામગીરી ફરેડા ગામના સ્વ હાથ જૂથોની બહેનોના સહયોગથી હાથ ધરવામાં આવેલા અને તેમાં અંદાજિત ઉત્પન્ન થનાર ૧૩૨૭ માનવ દિન થકી સ્વ હાથ જૂથોની બહેનોને રોજગારી આપી ગ્રામીણ મહિલાઓને આર્થિક રીતે પગભર કરનાર તથા તેમની આજીવિકામાં વધારો કરવા માટે સરકારના અભિગમ નો સંપર્ક કરવામાં આવ્યો હતો.
આ કાર્ય ક્રમમાં ઈ. ચાર્જ અધિકારી નિયામક ગીર સોમનાથ ડો.બી.એસ.પ્રજાપતિ, પ્રાંત અધિકારી પ્રજાપતિ, મામલદાર કોટડીયા, તાલુકાના વિકાસ અધિકારી પરમાર, ઈ.ચાર્જ ડી. એલ.એમ.હિરેન રાઠોડ, ડી. ડી.પી સી.પરેશ રામ. સંજયભાઈ બલદાણીયા તથા જિલ્લા વિકાસ એજન્સી ગીર સોમનાથ અને તાલુકા પંચાયત ગીર ગઢડાના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.