ફરિયાદમાં પાણી પ્રશ્ન પણ લોક ચર્ચા દારૂનું વેચાણ બંધ કરાવા ગયા હોવાનો ખાર રાખી મહિલા સહિત સાત શખ્સો તૂટી પડીઊના ગીરગઢડા તાલુકાના ધોડકવા ગામના મહીલા સરપંચના પતિ ઉપર મહીલા સહીત સાત શખ્સોએ અમારા વિસ્તારમાં પાણી કેમ નથી આપતા તે બાબતનો ખાર રાખી ઉગ્ર બોલાચાલી થયેલ અને બાદમાં હુમલો કરી ગાળો આપી લાકડી તેમજ પથ્થર વડે મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપતા મહીલા સરપંચના પતિ ગીરગઢડા હોસ્પીટલે સારવાર અર્થે પોહચેલ જ્યાં તેમના પર હુમલો કરનાર શખ્સો વિરૂધ્ધ ગીરગઢડા પોલીસમાં ફરીયાદ નોધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ ધોકડવા ગામના રણુજા વિસ્તારમાં રહેતા અસરૂ સુલ્તાન બ્લોચ, યુનુસ મિરખા બ્લોચ, મરીના અસરૂ બ્લોચ, સમીર અસરૂ બ્લોચ, યાસીન ઇશુ ઉર્ફે ભુરા બ્લોચ, યાસીન ઉર્ફે બેરા હસન બ્લોચ સહીતના તમામ શખ્સોએ ધોકડવા ગામના સરપંચ પ્રતિનિધી એભલભાઇ મથુરભાઇ બાંભણીયાને કહેલ કે અમારા વિસ્તારમાં સમયસર પાણી કેમ નથી આપતા તેવી ઉગ્ર બોલાચાલી થતાં મામલો ગરમાયો હતો. બાદમાં આરોપીઓ ઉશ્કેરાઇ ગયેલ એભલભાઇને ગાળો આપી ઢીકાપાટુનો માર મારી લાકડી તેમજ પથ્થરનો એક ઘા મારી કમરના ભાગે ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ પોલીસમાં કરવામાં આવી. પરંતુ સમગ્ર ઘટના સાવ અગલ હોવાની ગ્રામજનો માંથી ચર્ચાઓ ઉઠવા પામેલ છે કે સરપંચના પ્રતિનિધી તેમજ ગ્રામ પંચાયતનો સભ્યો તાજેતરમાં બોટાદમાં થયેલ લઠ્ઠાકાંડ બાદ ધોકડવા ગામમાં બેરોકટોક દેશી દારૂનું વેચાણ થતું હોય આ વેચાણ બંધ કરાવવા ગયેલ અને એ વખતે મામલો બિચકતા સરપંચ પ્રતિનિધી ઉપર હુમલો કરવામાં આવેલ જ્યારે તેમની સાથે અન્ય લોકો પણ ગયેલા હોય તે પણ પરિસ્થિતી જોઇ નાશી છુટ્યા હતા.
જ્યારે દારૂનું વેચાણ અટકાવવા ગયેલ ત્યારે હુમલો થતાં એકાદ બે વ્યક્તિ તો પોતાના ચપ્પલ પહેરવાનો વખત પણ આવ્યો ન હતો. પરંતુ ફરીયાદની હકીકત સરકારી ચોપડે પાણી આપવા બાબતની બોલે છે જ્યારે ગ્રામજનો કાંઇક અલગ બોલે છે. પોલીસ દ્રારા આ બાબતે તટસ્થ તપાસ થાય તો સાચુ કારણ બહાર આવે કે ખરેખર આ માથાફુટ પાણી સમયસર ન આપવા બાબતે થઇ છે કે દારૂનું વેચાણ બંધ કરાવવા ગયેલ અને માથાકુટ થઇ છે. જ્યારે ગીરગઢડા પંથકના ગ્રામ્ય વિસ્તારમાં છાના ખૂણે પોટલીઓનો વ્યવસાય શરૂ હોવાની ચર્ચાએ જોર પકડ્યુ છે. ત્યારે પોલીસ દ્રારા પોટલી વહેચવા પર લાલ આંખ તો કરી છે. તેમ છતાં પોટલીનું વેચાણ ક્યાંકને ક્યાંક થતુ હોવાની રાવ ઉઠવા પામેલ છે. પોલીસની લાલ આાંખ થતાની સાથેજ પોટલીની કિંમત પણ બમણી થઇ ગયેલ હોવાનું જાણવા મળેલ છે.