- નવા પરા વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા આરોપીઓની ધરપકડ
- રોકડ રૂપિયા, મોબાઈલ નંગ 3 તથા મોટરસાયકલ સહિત કુલ કિંમત 84,400નો મુદામાલ કર્યો જપ્ત
- PI.વાય આર ચૌહાણના માર્ગદર્શન હેઠળ 6 ચકુની ઝડપાયા
ગીર ગઢડાના પોલીસ ઇન્સ્પેક્ટર વાય આર ચૌહાણ સાહેબના માર્ગદર્શન હેઠળ સર્વ લંન્સ સ્ટાફના ASI ડી જે સિંધવ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ જગદીશ , પોલીસ હેડ કોન્સ્ટેબલ મૌલિક, પોલીસ કોન્સ્ટેબલ હિતેશ ,હિરેન તથા દિલીપસિંહ , વિશાલસિંહ , નલિન તથા વુ પો, હેડ કોન્સ્ટેબલ ગીતા ડાભી એ રીતેના પોલીસ સ્ટાફ ગીર ગઢડા પોલીસ સ્ટેશનના હોમબીટ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા.
આ દરમિયાન ASI ડી જે સિંધવ તથા પોલીસ કોન્સ્ટેબલ હિતેશના અને સંયુક્ત બાતમી મળતા ગીર ગઢડા નવા પરા વિસ્તારમાં ગરબીચોક પાસે અમુક ઈસમો જાહેરમાં ગોળ કુંડાળુ વાળી પાના પૈસા વડે હાર જીતનો રોન પોલીસ તીન પત્તી નામનો જુગાર રમે છે હકીકતની જગ્યાએ રેઈડ કરતા આરોપીઓ જાહેરમાં પતાથી રૂપિયાની હારજીતનો જુગાર રમતા કુલ રોકડ રકમ રૂપિયા 23,400 તથા મોબાઈલ નંગ 3 કિંમત 11000 તથા મોટરસાયકલ 1 કિંમત રૂપિયા 50,000 મળી કુલ કિંમત રૂપિયા 84,400 તથા જુગારના સાહિત્ય પોલીસે ઝડપી પાડયા હતા. આ સાથે આરોપી ગટુ મકવાણા, મનુ શિયાળ, પ્રતાપ સાંખટ, નાથા મેર, તોકી સમા, અને ભાવના મનુભાઈ ઘેલાભાઈ સોરઠીયાની ધરપકડ કરવામાં આવી હતી.
અહેવાલ : મનુ કવાડ