• ખારવા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ઉજવણી કરવાનો લેવાયો નિર્ણય

  • જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાનાં અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈWhatsApp Image 2024 08 06 at 8.53.37 AM 2

Gir somnath: જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી અર્થે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વાતંત્ર્ય પર્વ કાર્યક્રમનાં સુચારુ આયોજન માટે કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાનાં અધ્યક્ષ સ્થાને બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખારવા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે મહિલા બાળ વિકાસ વિભાગના મંત્રી ભાનુ બાબરિયાના હસ્તે ધ્વજવંદન કરાવી રાષ્ટ્રધ્વજની સલામી આપી ઉજવણી કરવાનો નિર્ણય લેવા આવ્યો હતો. તેમજ બેઠકમાં જિલ્લા કલેક્ટરએ વિવિધ કચેરીના અધિકારીઓને સ્વાતંત્ર પર્વની ઉજવણી અવશરે કરવાની થતી કામગીરીની વિસ્તૃત ચર્ચા કરી હતી. આ સાથે, સ્વાતંત્ર પર્વની ઉજવણી સંલગ્ન તમામ વ્યવસ્થાઓ સુચારુ રીતે થાય તે માટેનું જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત તેમણે ચોમાસાની ઋતુને ધ્યાને લઇ કાર્યક્રમના સ્થળે આગોતરું આયોજન અને કામગીરી કરવા સૂચના આપી હતી. તેમજ સાંસ્કૃતિક,તિરંગા યાત્રા સહિતનાં કાર્યક્રમો સુનિશ્ચિત કરવા અધિકારીઓને માર્ગદર્શિત કર્યા હતાં.

બેઠક બાદ જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકરે જણાવ્યું હતું કે, હર ઘર તિરંગા અભિયાનમાં જિલ્લાનાં વધારેમાં વધારે નાગરિકો સહભાગી થાય તે માટે તા. 8 અને 9 ઓગસ્ટ દમિયાન સ્કૂલોમાં રંગોળી સ્પર્ધા તેમજ તા. 8 થી 14 દરમિયાન જિલ્લામાં તિરંગા યાત્રાનાં આયોજન અંગે અધિકારીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.WhatsApp Image 2024 08 06 at 8.53.37 AM 1

આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલએ પાણી, પાર્કિંગ, વૃક્ષારોપણ, સાંસ્કૃતિક કાર્યક્રમો સહિત બાબતે જિલ્લાના વિવિધ અધિકારીઓને આગોતરા આયોજન તેમજ પ્રોટોકોલ મુજબ વ્યવસ્થાઓ ગોઠવવા સંબંધિત અધિકારીઓને સૂચનાઓ આપી હતી. તેમજ બેઠકમાં  જિલ્લા પોલીસ વડા મનોહરસિહ જાડેજા,નાયબ જિલ્લા વિકાસ અધિકારી નાગાજણ તરખાલા, નાયબ કલેક્ટર-1 ભૂમિકાબેન વાટલિયા, જિલ્લા પુરવઠા અધિકારી એન. બી. મોદી, જિલ્લા શિક્ષણ અધિકારી એમ.પી. બોરીચા, હેડક્વાટર DYSP સી. સી. ખટાણા, આરોગ્ય, પોલીસ, પંચાયત, વન, માર્ગ અને મકાન, નગરપાલિકા ચીફ ઓફિસર સહિત જિલ્લાની વિવિધ કચેરીઓના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

અતુલ કોટેચા 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.