Abtak Media Google News
  • ગીર-સોમનાથ જિલ્લામાં વિશ્વ યોગ દિવસની ઉજવણી સોમનાથ ચોપાટી ગ્રાઉન્ડ ખાતે કરાશે
  • જિલ્લાના નાગરિકોને વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં જોડાવા જિલ્લા કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાની અપીલ
  • જિલ્લામાં કોસ્ટગાર્ડ સ્ટેશન, તુલસીશ્યામ,જમજીર ધોધ,આદ્રી બીચ, દ્રોણેશ્વર, માંડવી બીચ સહિતના સ્થળે પણ યોગ દિવસની ઉજવણી કરાશેGir-Somnath: World Yoga Day Will Be Celebrated At Somnath Chopati Ground

ગીર સોમનાથ: યોગ એ ભારતે વિશ્વ આપેલી અમૂલ્ય વિરાસત છે. યોગ એ તન સાથે મનની પ્રફુલ્લિતતા માટે મહત્ત્વપૂર્ણ સાબિત થાય છે. ત્યારે સમગ્ર રાજ્ય સાથે ગીર સોમનાથ જિલ્લામાં પણ ‘વિશ્વ યોગ દિવસ’ની ઉજવણી કરવામાં કરવામાં આવશે.

આ અંગેની વિગત આપતાં જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, તા. 21 જૂનના રોજ સવારના 6:00 કલાક થી “સ્વયં અને સમાજ માટે યોગ”ની થીમ સાથે જિલ્લા કક્ષાની ઉજવણી સોમનાથ મંદિર પાસે આવેલ ચોપાટી ગ્રાઉન્ડમાં અને જિલ્લાના વિવિધ તાલુકા મથકો ખાતે કરવામાં આવશે.તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતની પુરાતન વિરાસત એવા યોગને વૈશ્વિક ઓળખ મળી છે. ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ સરહદી વિસ્તાર એવા નડાબેટ ખાતે તેની ઉજવણી થશે.

યોગને જીવનનો એક ભાગ બનાવવા માટે જિલ્લાના તુલસીશ્યામ,જમજીર ધોધ,આદ્રી બીચ, દ્રોણેશ્વર, માંડવી બીચ, કોસ્ટગાર્ડ સ્ટેશન સાથે વિવિધ સામૂહિક આરોગ્ય કેન્દ્રો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, પોલીસ સ્ટેશન, શાળાઓમાં પણ યોગ નિદર્શન થશે.આ સાથે જિલ્લામાં દરેક તાલુકા કક્ષાએ એક કાર્યક્રમ સાથે જિલ્લાની આઈ.ટી.આઈ., સંસ્કૃત યુનિવર્સિટી, સ્વૈચ્છિક

સંસ્થાઓ,એન.જી.ઓ. દ્વારા પણ ‘વિશ્વ યોગ દિવસ’ નિમિતે વિવિધ કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યાં છે.કલેક્ટરએ તન-મનની દૃષ્ટિએ ઉપયુક્ત એવાં યોગ દિવસની ઉજવણીમાં જિલ્લાના નાગરિકોને જોડાવા માટે અપીલ કરી છે.

ઉલ્લેખનીય છે કે, જિલ્લા કક્ષાની ઉજવણી સાથે તાલુકા કક્ષાએ તેની ઉજવણી થનાર છે તેમાં વેરાવળ તાલુકાની ઉજવણી શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળ ખાતે, કોડિનાર તાલુકાની ઉજવણી નગરપાલિકા ગાર્ડન ખાતે, તાલાલા તાલુકાની ઉજવણી આલ્ફા સ્કૂલ ખાતે, સૂત્રાપાડા તાલુકાની ઉજવણી ડૉ.ભરત બારડ ઈંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે, ઉના તાલુકાની ઉજવણી સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે, ગીર ગઢડા તાલુકાની ઉજવણી સ્વામિનારાયણ ગુરુકુળ, દ્રોણેશ્વર ખાતે કરવામાં આવશે.

યોગ દિવસની ઉજવણીના સંદર્ભમાં જિલ્લા કક્ષાની ઉજવણીના સ્થળ એવાં સોમનાથ મંદિર પાસેના ચોપાટી ખાતે કલેક્ટરએ સ્થળ નિરીક્ષણ અર્થે મુલાકાત લીધી હતી.તેમની આ મુલાકાતમાં અધિક નિવાસી કલેક્ટર, વેરાવળ પ્રાંત અધિકારી, માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર, વેરાવળ પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર, સોમનાથ મંદિર ટ્રસ્ટના જનરલ મેનેજર શ્ર, જિલ્લા રમત વિકાસ અધિકારી સહિતના અધિકારીઓ-કર્મચારીઓ જોડાયાં હતાં.

અતુલ કોટેચા

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.