• તાલાલા, પીપળવા-આંબળાશ, વિઠ્ઠલપરા સહિતના રોડ પર પેચવર્ક-મરામત કામગીરી કરાઈ
  • મહત્વના રોડ પર પેટ્રોલિંગ દ્વારા જેસીબી, ટ્રેક્ટર તેમજ જરૂરી સ્ટાફ સાથે સજ્જ વિભાગ

Gir Somnath: જિલ્લામાં સાર્વત્રિક વરસાદની સ્થિતિમાં માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ દ્વારા જિલ્લાના જે રસ્તાઓને નુકસાન પહોંચ્યું હોય તેની સમારકામની કામગીરી પૂર્ણ કરી વાહનવ્યવહાર પૂર્વવત્ કરવામાં આવ્યો છે. જેથી હાલ જિલ્લામાં તમામ માર્ગો ખુલ્લા છે અને વાહન વ્યવહારને કોઈ જ અડચણ પહોંચી રહી નથી.

R&B પંચાયત વિભાગ દ્વારા વરસાદને કારણે ક્ષતિગ્રસ્ત થયેલા નાવદ્રા, ભેટાળી, ઈન્દ્રોઈ, પંડવા, તાલાલા, પીપળવા-આંબળાશ રોડ, સુત્રાપાડા તાલુકાના ભુવાવાડા, વિઠ્ઠલપરા સહિત જિલ્લાના નાના-મોટા રોડ-રસ્તાઓ પર રિપેરીંગ, મેટલવર્કની કામગીરી, રીસરફેસીંગ વગેરે કામગીરી હાથ ધરવામાં આવી છે.

Screenshot 1 1

R&B પંચાયત કાર્યપાલક ઈજનેર અંકિત ભદૌરિયાના જણાવ્યાનુસાર, હાલમાં વરસાદની સ્થિતિ સામાન્ય છે. જિલ્લાના વેરાવળ, તાલાલા, સૂત્રાપાડા સહિત તમામ તાલુકાઓમાં જ્યાં પણ રસ્તામાં ખાડા પડ્યા હતા, ત્યાં પેચ વર્કની કામગીરી હાલમાં ચાલુ છે તેમજ જ્યાંથી પણ ફરિયાદ આવે છે તેના પર પૂરતું ધ્યાન આપીને કામગીરી કરવામાં આવી રહી છે.

ત્યારે માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ)ના કાર્યપાલક એન્જિનિયર સુનિલભાઈ મકવાણાના જણાવ્યાનુસાર હાલ જિલ્લામાં સામાન્ય વરસાદની સ્થિતિ છે. નાના-મોટા રોડ-રસ્તાઓ ઉપર પાણી ભરાવાના કારણે જે નુકસાન થયું હતું તેનું સમારકામ કરવામાં આવ્યું છે. રસ્તાઓને થયેલ નુકશાનને પેચવર્ક દ્વારા સરખું કરવામાં આવી રહ્યું છે. ટીમ સતત મહત્વના રોડ પર પેટ્રોલિંગ દ્વારા જેસીબી, ટ્રેક્ટર તેમજ જરૂરી સ્ટાફ સાથે સજ્જ છે. વરસાદી પાણીના પ્રવાહને પરિણામે રસ્તાઓનું ધોવાણ થયું હોય, ખાડા પડી ગયા હોય તો આવા રસ્તાઓનું માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા ત્વરિત મરામત કરવામાં આવી રહ્યું છે.

આમ, R&B પંચાયત વિભાગ દ્વારા રસ્તાઓની તાત્કાલિક ધોરણે મરામત કરી વાહન વ્યવહારને અગવડતા ન પડે રાબેતા મુજબ શરૂ થાય તેવું આયોજન હાથ ધરવામાં આવ્યું છે

અતુલ કોટેચા

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.