ગીર સોમનાથ સમાચાર
ગીર સોમનાથ જીલ્લાના વડામથક વેરાવળ ખાતે વાઈબ્રન્ટ ગુજરાત વાઈબ્રન્ટ જીલ્લા અંતર્ગત કાયઁક્રમ યોજાયો. જેમા સાસંદ સહીત જીલ્લાભરના અગ્રણીઓ, ઉધોગપતિઓ,જીલ્લા પંચાયત પ્રમુખ સહીતની ઉપસ્થિતી રહી હતી .વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિઝનરી લીડરશીપ હેઠળ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ગુજરાત સમગ્ર દેશનું ગ્રોથ એન્જિન બને અને વેપાર અને ઉદ્યોગક્ષેત્રે ગીર સોમનાથ જિલ્લો પણ પોતાનો સિંહફાળો નોંધાવી આગેકૂચ કરતા ગુજરાતના અર્થતંત્રમાં પોતાની ભાગીદારી વધારે એવા શુભ હેતુસર વેરાવળ ખાતે ‘વાઈબ્રન્ટ ગુજરાત, વાઈબ્રન્ટ ગીર સોમનાથ’ ઈવેન્ટ યોજાઈ હતી. જેમાં રિન્યૂએબલ એનર્જી, ફિશ પ્રોસેસિંગ, મેંગો પલ્પ, ફિશ કોલ્ડ સ્ટોરેજ જેવા ક્ષેત્રમાં કુલ ૧૨ કંપનીઓએ ૧૫૧૯.૭૧ કરોડના MOU કર્યા હતા.આ કાર્યક્રમમાં પી.એમ.વિશ્વકર્મા યોજનાને અંતર્ગત માર્ગદર્શન, ડિહાઈડ્રેશન એન્ડ પ્રિઝર્વેશન એક્સપર્ટ સેમિનાર, પ્રશ્નોત્તરી અને માર્ગદર્શન, આંત્રપ્રિન્યોરશિપ અવેરનેસ સેમિનાર, લીડ બેંક મેનેજર ભરતભાઈ વાણિયા દ્વારા MSME બેન્કિંગ પ્રોડક્ટ, નાબાર્ડ મેનેજર કિરણ રાઉત દ્વારા વિવિધ સ્કિમની સમજૂતી તેમજ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ગીર સોમનાથ દ્વારા બાયર-સેલર મીટ અને અમલિકૃત ઉદ્યોગ શાખાની વિવિધ યોજનાઓની માહિતી આપવામાં આવી હતી.