Gir somnath : જિલ્લામાં જાહેર વ્યવસ્થાની જાળવણીના ભાગરૂપે અસામાજિક પ્રવૃત્તિ આચરતો 20 વર્ષનો ઈશમ સોહિલ ઉર્ફે ચક્કી મુસ્તાક કુરેશી,કે જેઓ વિરુદ્ધ સહઆરોપીઓ સાથે ટોળી બનાવી છરી પ્રકારના તિક્ષ્ણ હથિયાર રાખીને નિર્દોષ લોકોને ગાળાગાળી કરી, ગંભીર ઇજા પહોંચાડી અને જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો. તેમજ ભારતીય ફોજદારી ધારાના પ્રકરણ -16,17 અને 22 તથા ભારતીય ન્યાય સહિતના પ્રકરણ -6,19 ની જોગવાઈના ભંગ બદલ 9 જેટલા ગુન્હા વેરાવળ સીટી તથા પ્રભાસ પાટણ પોલિશ સ્ટેશન ખાતે નોંધાયેલા હતા.
આ ઈશમ ઝનૂની સ્વભાવવાળા હોવાથી ભવિષ્યમાં આવી ગુન્હાહિત પ્રવૃત્તિ ચાલુ રાખીને જાહેર વ્યવસ્થાની જાળવણીમાં બાધારૂપ થવાના તેમજ તેની આવી ભયજનક પ્રવુત્તિથી સમાજમાં નિર્દોષ લોકોમાં ભયનો માહોલ ઉભો થતો હોવાના કારણે જાહેર લોકોની સલામતી જાળવવા સારું તેની તાત્કાલિક અટકાયત કરવી આવશ્યક જણાતા તેને આવા જાહેર સુલેહશાંતી વિરુદ્ધનાં કૃત્ત્યો કરતો અટકાવવા સારું ગીર સોમનાથ જિલ્લા મેજિસ્ટ્રેટએ તારીખ 11 સપ્ટેમ્બરના રોજ પાસા ધારા તળે અટકાયત કરવા હુકમ કરતા ખાસ જેલ ભુજ ખાતે મોકલી આપવામાં આવેલ છે.
જયેશ પરમાર