Gir Somnath : ગીર સોમનાથ જિલ્લામાં લગભગ અંદાજિત 400/500 જેટલા રીટાયર્ડ સૈનિકો જિલ્લાના વિવિધ ગામડાઓમાં વસવાટ કરે છે. જેમને દેશના સીમાડાઓની સુરક્ષામાં ભારતીય સેનામાં લગભગ 18 વર્ષ થી 32 વર્ષ જેટલા સમયની અવધિ મુજબ પોતાની ફરજ બજાવેલ છે.
તેમજ પોતાના પરિવારથી આટલા સમય માટે દૂર રહી અને દેશ માટે ફરજ બજાવી છે. એક સૈનિક માટે એનાથી વિશેષ શું ગર્વ હોય. ત્યારે આ સરકારી વહીવટ વિભાગ જ્યારે આવા દેશ પ્રેમ ને જન જન સુધી પહોચાડવા માટે કામ કરતા હોય છે.
તેમજ સમગ્ર તંત્ર દ્વારા પણ તિરંગા યાત્રા તથા જિલ્લા અને તાલુકા લેવલના પ્રોગ્રામ યોજાયા હતા. ત્યારે આ પ્રસંગ તો દેશની આવનારી પેઢીની જન જાગૃતિ માટે કરતા હોય છે. ત્યારે પણ આવાં મહામૂલા દેશ ભક્તિના પ્રસંગને જન જન સુધી પહોંચાડવાના હેતુથી ગીર સોમનાથ જિલ્લા માજી સૈનિક સંગઠન દ્વારા જિલ્લાના તમામ છ તાલુકાઓમાં નીચે મૂજબના એક એક ગામડું પસંદ કરી અને આ વખતે ધ્વજ વંદન પ્રોગ્રામ કરવાનું નક્કી કર્યું હતું.
1. વેરાવળ – ખંઢેરી
2. તાલાલા – અમૃત વેલ
3. સૂત્રાપાડા વાસાવડ
4. કોડીનાર – પનાદર
5. ઉના – ખડા
6. ગીર ગઢડા – કરેની
અતુલ કોટેચા