અભયમને જાણ થતાં કોડીનારની વૃદ્ધાનું પરિવાર સાથે કરાવ્યુ મિલન
સંકટ સમયની સહેલી મહિલા અભિયમ ૧૮૧ની ટીમ દ્રારા મહિલાઓને મદદ કરવામાં આવી રહી છે. પીડિત મહિલાઓ માટે અભિયમ ૧૮૧ની ટીમ ૨૪ કલાક મહિલાઓની સુરક્ષા માટે કટીબધ્ધ છે. ગીર સોમનાથ જિલ્લાની મહિલા અભિયમ ૧૮૧ની ટીમ કોડીનાર શહેરી વિસ્તારની વૃધ્ધ મહિલાનું પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું છે. છેલ્લા ત્રણ દિવસથી વરસાદમાં હેરાન થતી મહિલાની ખરા સમયે મહિલા અભિયમ ૧૮૧ની ટીમે મદદ કરી હતી.
કોડીનાર શહેરમાં છેલ્લા ત્રણ દિવસની વરસાદમાં આશરે ૭૦ વર્ષની વૃધ્ધ મહિલા ફર્યા કરતી હોવાની જાણ થતા ગીર સોમનાથ જિલ્લાની મહિલા અભિયમ ૧૮૧ ટીમના કાઉન્સેલર રેખાબેન ડામોર, કોન્સ્ટેબલ તેજલબેન અને પાયલોટ ભાવેશભાઈ સ્થળ પર પહોંચી ગયા બાદ વૃધ્ધ મહિલાની પુછપરછ કરી હતી. ૧૮૧ની ટીમ વૃધ્ધ મહિલાને સાથે રાખી તેમના ઘરે પહોંચી તેમના પરિવારને સમજાવવી મહિલાને સાથે રાખવા માટે કહ્યું હતું. તેમના પરિવારને કાયદાકીય માહિતી આપવાની સાથે વૃધ્ધ મહિલા ઘરની બહાર ન નિકળી જાય તેનું ખાસ ધ્યાન રાખવા તાકીદ કરી હતી. વૃધ્ધાનું તેમના પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું હતું. પીડીત મહિલા વિશે જાણકારી આપવાની સાથે જ મુશ્કેલીના ખરા સમયે મહિલા અભિયમ ૧૮૧ની ટીમે મદદ પહોંચી સરાહનીય કામગીરી કરી હતી.