સર્વે શિક્ષા અભિયાન અંતર્ગત ૪ વર્ષ થી લઇ ને ૧૮ વર્ષ સુધીના શાળા બહારના તેમજ અધવચ્ચેથી ઉઠી ગયેલા બાળકોનો સર્વે હાથ ધરવામાં આવેલ છે. તે અન્વયે તા. ૪-૧૨-૧૮ થી ૧૫-૧૨-૧૮ સુધી ઉપરોકત બાળકોનો સર્વે કરવાનો હોય તે અન્વયે વેરાવળ અને સુત્રાપાડાની આસપાસના વિસ્તારમાં શાળા બહારના અથવા ડ્રોપ આઉટ દિવ્યાંગ સહિતના બાળકો મળી આવે તો નજીકની સરકારી પ્રાથમીક શાળા નજીકનું બી.આર.સી. ભવન અને જીલ્લા કચેરીના ટોલ ફ્રીનો ઉપર જાણ કરવા વિનંતી ગીર સોમનાના ટોલ ફ્રી નો ૧૮૦૦ ૨૩૩ ૨૫૮૫ છે. ઉપરોકત સર્વેનો હેતુ છે કે રાજયમાં અભ્યાસ થી વંચીત એકપણ બાળક ન રહેવું જોઇએ. વિશેષ માર્ગદર્શન માટે વેરાવળ બી.આર.સી. ડોડીયા સુત્રાપાડા બી.આર.સી જાદવ તેમજ બ્લો આર.પી. પરેશભાઇ પંડયાનો સઁપર્ક કરવો
ગીર સોમનાથ: અધવચ્ચે શાળા છોડી જનાર બાળકોનો સર્વે હાથ ધરાશે
Previous Articleગીર સોમનાથ જિલ્લામાં ૩.૨૦ લાખ બાળકોના આરોગ્યની થશે તપાસણી
Next Article દામનગરમાં શાળા આરોગ્ય સપ્તાહનો આરંભ