ગીર સોમનાથ: જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવા સદન, ઈણાજ ખાતે વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે રોડ સેફટી કાઉન્સીલની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કલેક્ટરએ ગીર સોમનાથ જિલ્લામાં માર્ગ અકસ્માતોનું પ્રમાણ ઘટે તે માટે લેવાના થતા પગલાઓ તેમજ બ્લેકસ્પોટ, રોડ પર લાઈટ વગેરે વિશે મહત્વના વિભાગો સાથે ચર્ચા કરી જરૂરી માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું.

કલેક્ટરએ રોડ સેફ્ટી સંલગ્ન તમામ વિભાગોની કામગીરી સમીક્ષા કરી હતી તેમજ માર્ગ અકસ્માતનાં સ્થળોની તપાસણી, બ્લેક સ્પોટ્સ અન્વયે અકસ્માત ઘટાડવા માટેના પગલા, ભયજનક ડ્રાઈવિંગ, નમસ્તે સર્કલ પાસે વેરાવળ અંદર પ્રવેશતા આવતા અડચણો, નડતરરૂપ બોર્ડ દૂર કરવા તેમજ રેડિયમ રિફ્લેક્ટર વગેરે અંગે કામગીરીની સમીક્ષા કરી જરૂરી સૂચનો કર્યા હતા.

આ બેઠકમાં જિલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજા, નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલ સહિત RTO,  પોલીસ વિભાગ, માર્ગ અને મકાન વિભાગ, આરોગ્ય વિભાગ, વન વિભાગ, નેશનલ હાઈવે ઓથોરીટી, વગેરે વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અતુલ કૉટૅચા

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.