‘મારૂ મત, મારૂ ભવિષ્ય’ તેમજ ‘હર ઘર મે સંદેશ દો, વોટ દો….વોટ દો’નો આપ્યો મેસેજ

ગીર સોમનાથ જિલ્લામાં તા.01/12/2022ના રોજ વિધાનસભા સામાન્ય ચૂંટણી યોજાનાર છે. લોકશાહીના આ મહાપર્વમાં ગીર સોમનાથના 9.99.415 મતદારો નોંધાયા છે.

વિધાનસભા સામાન્ય ચૂંટણી સંદર્ભે તમામ મતદારોમાં જાગૃતી આવે તે હેતુથી મોડેલ સ્કૂલ ઈણાજ અને આસપાસની સ્કૂલના 470 જેટલા વિદ્યાર્થીઓ દ્વારા ભવ્ય રેલીનું આયોજન કરી અને મતદાન અવશ્ય કરવાની અપીલ કરવામાં આવી હતી.

6 3

સ્કૂલના તમામ વિદ્યાર્થીઓએ સોરઠની શાન એવા સિંહના મહોરાઓ પહેરીને ‘મારૂ મત, મારૂ ભવિષ્ય’ તેમજ ‘હર ઘર મે સંદેશ દો, વોટ દો….વોટ દો’ તેમજ વ્યસ્ત કામમાંથી સમય કાઢી મતદાન અવશ્ય કરજો એવી અપીલ કરી જાહેર રસ્તા પરથી ભવ્ય રેલીનું આયોજન કર્યું હતું.

9 3

આ રેલીમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી આર.જી.ગોહિલ, સ્વીપના નોડલ અધિકારીશ્રી આર.એ.ડોડીયા, સહનોડલ શ્રી એન.ડી.અપારનાથી, શ્રી વાય.બી.ચાવડા તેમજ મોડેલ સ્કૂલના પ્રિન્સિપલ શ્રી અલ્પાબહેન તારપરા દ્વારા ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.