રાજ્યની મહિલાઓ આર્મીમાં ભરતી થાય તે માટે આર્મી રીકૃટીંગ ઓફિસ દ્વારા અંબાલા, લખનઉ, જબલપુર, બેલગામ, પુર્ણે અને શિલોંગ ખાતે મહિલાઓ માટે લશ્કરી ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં સોલ્જર જનરલ ડ્યૂટી માટે ઉમર 17.5 વર્ષથી 21 વર્ષ ( 01/10/2000 થી 01/04/2004), શૈક્ષણિક લાયકાત એસએસસી ( 45 ટકા કોઈપણ વિષયમાં 33 ટકાથી ઓછા નહીં) અથવા એચએસસી પાસ, લંબાઈ 152 સે.મી અને વજન ઊચાઈ મુજબ સપ્રમાણ લાયકાત રાજયના મહિલા ઉમેદવારો ભાગ લઈ શકશે.
ભરતી મેળાની માહિતી અને માર્ગદર્શન માટે 28 જૂને વેબીનાર યોજાશે
જેના માટે ઇંડિયન આર્મી વેબ સાઈટ www.joinindianarmy.nic.in ઉપર 20 જુલાઈ 2021 સુધી અરજી કરવાની રહશે. વધુ માહિતી આર્મીની ઓફિસિયલ વેબ સાઈટ www.joinindianarmy.nic.in નોટિફિકેશનમાં મળી શકશે. અન્ય માહિતી માટે આર્મી રીકૃટીંગ ઓફિસ હેલ્પલાઇન નંબર 011-26173840 અથવા નજીકના જિલ્લાની રોજગાર કચેરીનો સંપર્ક કરવો.
ઉપરાંત ભારતીય સૈન્યમાં મહિલાઓ માટેના ભરતી મેળામાં ભાગ લેવા માંગતા ઉમેદવારોને માહિતી અને માર્ગદર્શન મળી તે માટે જિલ્લા રોજગાર કચેરી- ગીર સોમનાથ દ્વારા 28 જૂન 2021 ને સોમવારે સવારે 11:00 કલાકે ગુગલ મીટના માધ્યમથી વેબિનારનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં ભાગ લેવા માંગતા મહિલા ઉમેદવારોએ ગુગલ મીટ એપ્લિકેશનમાં https://meet.google.com/rcv-xamh-vdn લીક અથવા rcv-xamh-vdn પાસકોર્ડ દ્વારા તા.28 જુને જોઈન થવાનું રહશે. તેમ રોજગાર અધિકારી ધોળકિયા, ગીર સોમનાથની યાદીમાં જણાવાયું છે.