- અનીડાના ભોજાભાઇ પરમારને 12 દૂધાળા પશુ યોજના હેઠળ રૂ. 2.98 લાખની મળી સહાય
ગીર સોમનાથ: જે રીતે સ્વસ્થ અને તંદુરસ્ત જીવન માટે દૂધ જરૂરી છે. દૂધ તેના સર્વપોષક આહાર માટે જરૂરી છે. તે જ રીતે જીવનના સર્વાંગી વિકાસ માટે કોઈપણ આર્થિક પ્રવૃત્તિ પણ જરૂરી હોય છે. આ પ્રવૃત્તિ અને તેના આધારે થતી આવકના આધારે સામાન્ય ગુજરાન ચાલતું હોય છે.
ગુજરાતના અંતરિયાળ અને છેવાડે પશુપાલનનો વ્યવસાય કરતા પશુપાલકોને આ પ્રકારની સહાય મળે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. આ જ કડીમાં ગીર સોમનાથના કાજલી APMC ખાતે યોજાયેલા ગરીબ કલ્યાણ મેળામાં તાલાલા તાલુકાના અનીડા ગામના રહેવાસી ભોજા પરમારને ૧૨ દુધાળા પશુઓ માટે રૂ. 2.98 લાખની સહાય પશુ યોજના હેઠળ મળી હતી.
આ સાથે ગ્રામ્ય કક્ષાએ પશુપાલન વ્યવસાયનું મહત્વ આપી પશુપાલનને ગ્રામ્ય રોજગારીને આધારસ્તંભ બનાવીને ખેડૂતોની આવક બમણી કરવા માટેના રાજ્ય સરકારના નાણાકીય પ્રોત્સાહનથી પશુપાલન વ્યવસાય ગ્રામ્ય કક્ષાએ વધુ વેગવાન બનવાનો છે તેવો વિશ્વાસ વ્યક્ત કરતા લાભાર્થીએ સહાય બદલ રાજ્ય સરકાર માટે આભારની લાગણી વ્યક્ત કરી હતી.