૧૮ માસ બાદ વૃધ્ધને પરિવારને સોંપીને આશ્રમનું બિરદાવવાલાયક કાર્ય
વેરાવળ-સોમનાથમાં માનવસેવાનું બિરદાવવાલાયક કાર્ય ‘નિરાધારનો આધાર’ આશ્રમ દ્વારા કરવામાં આવ્યું છે. ૫૪ વર્ષિય અસ્થિર મગજના એક યુ.પી.ના વૃધ્ધનું પરિવાર સાથે મિલન કરાવ્યું હતુ.વેરાવળ-સોમનાથમાં માનવ સેવાનું કાર્ય કરતા આશ્રમનાં રસ્તા પર રખડતા ભટકતા અસ્થિર મગજના બિનવારસી લોકોની સાર સંભાળ રાખતી સંસ્થાએ પરિવાર સાથે મિલન કરાવવાના ઉદેશ્ય સાથે કાર્યકરો દ્વારા ૫૪ વર્ષિય પ્રભુજી તે ઉ.પ્રદેશના હોય છેલ્લા દોઢ વર્ષથી પરિવારથી વિખુટા પડી ગયા હતા અને છેલ્લા ત્રણ માસથી ‘નિરાધારનો આધાર’ આશ્રમમાં આશ્રય લઈ રહ્યા હતા તેનું પોલીસ સ્ટેશનનાં માધ્યમથી પરિવાર સાથે સંપર્ક થતા આજરોજ તેમનો પરિવાર તેમને લેવા માટે ગીર સામેનાથ નિરાધારનો આધાર આશ્રમ આવી પહોચતા લાગણીના દ્રશ્યો સર્જાયા હતા. અને આ તકે પરિવારે સંસ્થાનો આભાર વ્યકત કર્યો હતો.