ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાને માળીયાહાટીના કોર્ટે છ માસની સજા ફટકારી છે. ૨૦૧૦માં હોલીડેકેમ્પમાં થયેલી માથાકૂટમાં ધારાસભ્ય વિમલ ચુડાસમા સહિત પાચ આરોપીઓને દોષિત ઠેરાવ્યા છે.
માળીયાહાટીના કોર્ટેમાં હોલીડેકેમ્પમાં થયેલી માથાકૂટમાં ધારાસભ્ય સહિત પાચ આરોપીઓ દોષિત
આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ સન ૨૦૧૦માં હોલીડેકેમ્પમાં કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા સહિત અન્ય ત્રણ સાગરીતો સાથે મળીને મિત વૈદ્ય અને હરીશ ચુડાસમા પર હુમલો કર્યો હતો. જે અંગે કોર્ટમાં કેસ ચાલી જતાં માળીયા હાટીના કોર્ટે આજરોજ ધારાસભ્ય સહિત ત્રણ આરોપીઓને દોષિત ઠેરાવી છ માસની સજા ફટકારી છે.
૨૦૧૦માં ચોરવાડ ખાતે મારામારીની ફરિયાદ નોંધાઇ હતી. જેમાં આરોપી તરીકે કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાં અને તેના સાગરીતોએ મિત વૈદ્ય અને હરીશ ચુડાસમા પર હુમલો કર્યો હતો. માળીયાહાટીના કોર્ટે કેસ ચલાવી આજરોજ ધારાસભ્ય વિમલ ચુડાસમા અને અન્ય બે સાગરીતોને છ માસની સજા ફટકારી છે.