ગીર સોમનાથ જીલ્લાો વિસ્તાારમાં થતી ઘરફોડ ચોરી અટકાવવા જીલ્લા પોલીસ વડાશ્રી હીતેશ જોયસર સા.શ્રીએ આ બાબતે સખત સુચના આપેલ હોય જે અનુસંધાને
ગીર સોમનાથ એલ.સી.બી.ના પોલીસ ઇન્સ.શ્રી બી.બી.કોળીના સીધા માર્ગદર્શન અનુસાર આજરોજ તા.૨૨/૭/૨૦૧૮ ના રોજ એલ.સી.બી. સ્ટાફના વુ.એ.એસ.આઇ. લતાબેન પરમાર, પો.હેડ કોન્સ. લખમણભાઇ મેતા, મેસુરભાઇ વરૂ, મેરામણભાઇ શામળા, સંગ્રામસિંહ ગોહીલ, રામદેવસિંહ જાડેજા, લલીતભાઇ ચુડાસમા, કનકસિંહ કાગડા, ભુપેન્દ્રસિંહ ચાવડા, તથા વુમન પો.કોન્સ. દેવીબેન તથા વેરાવળ સીટીના હેડ કોન્સ. નટુભા બસીયા, પો.કોન્સ. નરેન્દ્ર પટાટ વગેરે મિલ્કત સબંધી ગુનાઓ અટકાવવા સબબ વેરાવળ સીટી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન હેડ કોન્સ. સંગ્રામસિંહને બાતમી રાહે હકીકત મળેલ કે, વેરાવળ ભોય સોસાયટીના નાકા પાસે રાજુ વલ્લભદાસ ચોટલીયા, જાતે કડીયા કુંભાર ચોરી કરેલ સોના ચાંદીના દાગીના તથા મોબાઇલ તથા અન્ય મુદામાલ વેચવા આવે તેવી હકીકત મળતા સદર ઇસમની વોચમાં રહેતા આ ઇસમ ખંભે બાચકુ લઇને આવતો હોય જેથી તેને રોકી બાચકુ ચેક કરતા તેમાંથી લાદી કાપવાનું મશીન તથા અન્ય ત્રણ ગેલેન્ડરો તથા બે મોબાઇલ મળી આવેલ તથા એક પ્લાસ્ટીકની કોથળીમાં સોના ચાંદીના દાગીના હોય તેમજ આ તમામ વસ્તુ તથા દાગીના ના આધારા પુરાવા ન હોય જેથી આ વસ્તુઓ તથા દાગીના કયાંથી લાવેલ ?
જે બાબતે આકરી પુછપરછ કરતા તેઓએ આ દાગીના આજથી ચાર વર્ષના ગાળા દરમ્યાન વેરાવળના ભાલકા, બજરંગ સોસાયટી, શ્રીપાલ સોસાયટી, ડાભોર રોડ, સોમનાથ ટોકીઝ, ૮૦ ફુટ રોડ વિસ્તારમાં પોતે જે જગ્યાએ લાદી ઘસવાનુ તથા લગાડવાનુ કામ કરતો હોય તેની આજુબાજુના ઘરને ટારર્ગેટ બનાવી તેઓના ઘરમાંથી સોના ચાંદીના દાગીના તથા લાદી કાપવાનું કટ્ટર અને ગેલેન્ડરો ચોરી કરેલા હતા આ બાબતે વધુ ખરાઇ કરતા પ્ર.પાટણ પો.સ્ટે. ગુ.ર.નં.ફ.૪૪/૨૦૧૫ તથા વેરાવળ સીટી પો.સ્ટે. ગુ.ર.નં.ફ.૭૮/૨૦૧૮ મુજબ થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલેલ છે.