ગીર સોમનાથ જીલ્લા વિસ્તાારમાં અસામાજીક પ્રવૃતિ ડામવા તેમજ નાસતા ફરતા આરોપીઓને અટક કરવા તથા હદપાર થયેલ ઇસમો જીલ્લામાં પ્રવેશે નહી તે માટે જીલ્લા પોલીસ વડા હીતેશ જોયસર સા.એ આ બાબતે સખત સુચના આપેલ હોય.
જે અનુસંધાને એલ.સી.બી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી બી.બી.કોળીનાઓ તથા પો.હેડ કોન્સ. લખમણભાઇ મેતા, સંગ્રામસિંહ ગોહીલ, લાલજીભાઇ બાંભણિયા તથા મેરામણભાઇ શામળા, પો.કોન્સ. કનકસિંહ કાગડા, જગતસિંહ પરમાર વિગેરે સ્ટાફ આજરોજ તા.૦૫/૦૫/૧૮ ના રોજ સુત્રાપાડા પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય.
તે સમયે પો.હેડ કોન્સ. લાલજીભાઇ બાંભણિયાને બાતમી મળેલ કે, સબ ડીવી મેજી.સા.ના હુકમથી ગીર સોમનાથ, અમરેલી, જુનાગઢ, પોરબંદર તથા દિવ જીલ્લામાંથી છ માસ માટે હદપાર કરવામાં આવેલ હમીરભાઇ જાદવભાઇ વાઘેલા, જાતે દેવીપુજક, રહે.ખાંભા, તા.સુત્રાપાડા વાળો હાલ ઘંટીયા પાટીયા પાસે વાહનની રાહ જોતો ઉભો હોય જેથી તાત્કાલીક ત્યાં જતા એક ઇસમ ઉભેલ હોય જેની પાસે જતા ભાગવાની કોશિષ કરતા તેને પકડી નામ ઠામ પુછતા પોતાનું નામ હમીરભાઇ જાદવભાઇ વાઘેલા, જાતે દેવીપુજક, રહે.ખાંભા, તા.સુત્રાપાડાવાળો હોવાનું જણાવતો હોય જેથી આ ઇસમને કાયદેસર અટક કરી સુત્રાપાડા પો.સ્ટે. હદપારી ભંગ અંગેનો ગુનો નોંધાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com