- ઈન્ડિયન રેડક્રોસ દ્વારા બ્લડ ડોનેશન અને હેલ્થ ચેકઅપ વાનનો લોકાર્પણ સમારોહ યોજાયો
- સાંસદ રાજેશ ચુડાસમા સહિત મહાનુભાવો રહ્યા ઉપસ્થિતિ
- નાગરિકોની આરોગ્ય સુખાકારીમાં વધારો કરવાના હેતુ થી કરાયું સમગ્ર આયોજન
Gir Somnath : નાગરિકોની આરોગ્ય સુખાકારીમાં વધારો થાય એવા હેતુસર વેરાવળ શહેર તથા સમગ્ર ગીર સોમનાથના લાભાર્થે લોહાણા મહાજન વંડી, અઢિયા હોલ ખાતે ઈન્ડિયન રેડક્રોસ દ્વારા બ્લડ ડોનેશન અને હેલ્થ ચેકઅપ વાનનો લોકાર્પણ સમારોહ યોજાયો હતો. આ સમારોહમાં સાંસદ રાજેશભાઈ ચુડાસમા સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં.
અનુસાર માહિતી મુજબ, નાગરિકોની આરોગ્ય સુખાકારીમાં વધારો થાય એવા હેતુસર વેરાવળ શહેર તથા સમગ્ર ગીર સોમનાથના લાભાર્થે લોહાણા મહાજન વંડી, અઢિયા હોલ ખાતે ઈન્ડિયન રેડક્રોસ દ્વારા બ્લડ ડોનેશન અને હેલ્થ ચેકઅપ વાનનો લોકાર્પણ સમારોહ યોજાયો હતો. આ સમારોહમાં સાંસદ રાજેશ ચુડાસમા સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં.
ભારતીય જીવન વીમા નિગમના ગોલ્ડન જ્યુબિલિ ફાઉન્ડેશન દ્વારા વેરાવળ રેડક્રોસને હેલ્થ ચેકઅપ વેન અર્પણ કરવામાં આવી છે. આ હેલ્થ ચેકઅપ વેન અત્યાધુનિક આરોગ્ય સુવિધાઓથી સજ્જ છે. જેનાથી એડવાન્સમાં નિદાન થઈ શકશે. આ વેન સમગ્ર જિલ્લામાં ફરતી રહેશે.
ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીના ચેરમેન કિરિટ ઉનડકટે જણાવ્યું હતું કે, LIC દ્વારા ઈન્ડિયન રેડક્રોસને રૂ.42 લાખના ખર્ચે તૈયાર થયેલી હેલ્થ ચેકઅપ વાન સોંપવામાં આવી છે. જેનો ઉપયોગ ગીર સોમનાથ જિલ્લાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોના નાગરિકોની હેલ્થ તપાસણી અને બ્લડ ડોનેશન માટે કરવામાં આવશે. એમ કહી તેમણે નાગરિકો વધુ ને વધુ આ સેવાનો લાભ લે એવી અપીલ કરી હતી.
આ લોકાર્પણ સમારોહમાં વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકાના પ્રમુખ પલ્લવી જાની, LIC ઈન્ડિયાના ઝોનલ મેનેજર સનોજ કુમાર, અગ્રણીઓ ઝવેરી ઠકરાર, માનસિંહ પરમાર સહિત નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતાં.
અહેવાલ : અતુલ કોટેચા