- બીમારીના કપરા સમયે સરકાર મારી પડખે ઊભી રહી છે : જેઠીબહેન
- PMJAY યોજના અંતર્ગત નિ:શુલ્ક સારવાર મળી : જેઠીબહેન
- જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા લોકો સેવાઓનો લાભ લે તે માટે તમામ પ્રયાસો હાથ ધરાયા
- પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો લાભ આપવા બદલ સરકારનો આભાર વ્યક્ત કર્યો
ગીર સોમનાથ વેરાવળના રહેવાસી જેઠીબહેન જેઠવાએ PMJAY યોજના અંતર્ગત પોતાને મળેલા લાભ વિશે સુખદ પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે, આયુષ્માન કાર્ડના કારણે મને ઘણો જ ફાયદો થયો છે. તેમજ ઓપરેશન કરાવી શકાય તેવી આર્થિક પરિસ્થિતિ નહોતી ત્યારે PMJAY યોજનાએ મને ખૂબ જ ટેકો આપ્યો છે.આ યોજના અંતર્ગત દવાનો ખર્ચ, હોસ્પિટલ ખર્ચ થયો નથી અને નિ:શુલ્ક સારવાર મળી છે. આ ઉપરાંત લોકો આરોગ્યની સેવાઓનો મહત્તમ લાભ લઈ શકે તે માટે જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા તમામ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. આયુષ્યમાન કાર્ડ યોજનાનો લાભ આપવા બદલ જેઠીબહેને સરકારનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.
આ અંગે વિગતે વાત કરવામાં આવે તો, ગુજરાતના નાગરિકોની આરોગ્ય સંભાળ મારફતે સૌના નિરામય સ્વાસ્થ્યનો હેતુ સિદ્ધ કરવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. વેરાવળના રહેવાસી જેઠીબહેન જેઠવાએ આયુષ્યમાન કાર્ડ અંતર્ગત નિ:શુલ્ક સારવાર કરાવી હતી. આ યોજનાના લાભ બદલ જેઠીબહેને સરકારનો આભાર માન્યો હતો.
જેઠીબહેને PMJAY યોજના અંતર્ગત પોતાને મળેલા લાભ વિશે સુખદ પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે, આયુષ્માન કાર્ડના કારણે મને ઘણો જ ફાયદો થયો છે. મારી કમરના ઓપરેશન કરાવી શકાય તેવી આર્થિક પરિસ્થિતિ નહોતી ત્યારે પી.એમ.જે.એ.વાય યોજનાએ મને ખૂબ જ ટેકો આપ્યો છે.
આ યોજના અંતર્ગત મને દવાનો ખર્ચ, હોસ્પિટલ ખર્ચ નથી થયો અને મને નિ:શુલ્ક સારવાર મળી છે. આમ બીમારીના સમયે સરકાર મારી પડખે ઊભી રહી છે. સંકટમાં બીમારીના સમયે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના ગરીબ લોકો માટે આશીર્વાદ સમાન બની છે.
વધુમાં જેઠીબહેને ઉમેર્યું હતું કે, જિલ્લામાં આરોગ્યક્ષેત્રે ખૂબ જ સારૂ કામ થઈ રહ્યું છે. લોકોને આરોગ્યની સેવાઓનો મહત્તમ લાભ લઈ શકે તે માટે જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા તમામ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. આમ કહી એ આયુષ્યમાન કાર્ડ યોજના માટે જેઠીબહેને સરકારનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.
અહેવાલ: અતુલ કોટેચા