મંદિર સહિત આસપાસનો વિસ્તાર પણ સંપૂર્ણ સ્વચ્છ રહે તે માટે ન્યુટેક ગ્રૃપ દ્વારા હાઇટેક સુવિધા
પવિત્ર શ્રાવણમાસ થોડા જ દિવસ બાદ શરૂ થવાનો છે ત્યારે સોમનાથ દાદાને શ્રાવણ માસની અનોખી ભેટ આપવામાં આવી છે. ગુજરાત યાત્રાધામ અને સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા ન્યુટેક ગ્રુપને સોપવામાં આવેલી કામગીરીને માઇક્રો પ્લાનીંગની હાઇટેક સુવિધા દ્વારા મંદિર સહિતની આજુબાજુનો વિસ્તાર પણ સ્વચ્છતાથી સજજ રહેશે.
વિશ્ર્વ પ્રસિધ્ધ સોમનાથ મહાદેવ મંદિર સ્વચ્છ રહે તે માટે રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને સોમનાથ મંદિર ટ્રસ્ટ છેલ્લા ચાર વરસથી કાર્યરત છે.
જે અંગે ન્યેટેક ગ્રુપને હાલ આ અંગેની કામગીરી સોંપવામાં આવી છે જેમાં સમસ્ત ગુજરાત હેડ પ્રવિણ બરનાલના માર્ગદર્શન હેઠળ નરેશ ચૌહાણની દેખરેખ હેઠળ સ્વચ્છતા વધુ સઘન બને તે માટે નવાં ઉપકરણો કર્યારત કરાયાં.
જેમાં વોટર જેક મશીન આ મશીન ધરતી, ર્ફસ ઉ૫ર પાન, પીચકારી, ડાઘા કે અન્ય ડાઘા ફૂલ પ્રેસર પાણી છોડી ડાઘા જામેલી માટી દૂર કાય છે. સ્ક્રબર મશીનજે પણ ડાઘા તેમજ રસ્તાઓ ઉપર જામેલ ઊંડાણથી કલીન કરે છે આનાથી સીમેન્ટ રોડ ટોયલેટ બ્લોક સફાઇ કરાય છે.
રોડ સ્વીપર મશીન રોડ ડીવાઇડરની માટી કચરો ઘસીઘસીને દૂર કરે તેવી સુવિધા છે.
ઉપરાંત સોમનાથ મંદિર આસપાસ ૧૩૦ જેટલા ડસ્ટબીનો ફીટ કરેલ છે ઉપરાંત એક ટીપરવાન અને એક મેજીક કચરો એકઠો કરવા ફરતી રહે છે.
સમગ્ર કામગીરી રાઉન્ડ-ઘ-કલોક ૨૪ કલાક ચાલતી રહે છે અને સાફ-સ્વચ્છ થતા રસ્તાઓનું સુપરવાઇઝર સ્ટાફ દ્વારા મોબાઇલ કેમેરાથી ફોટોઓ પાડી સ્વચ્છતા થયેલ છે તેની ખરાઇ કરે છે. અને મહિનામાં એકવાર ર્થડ પાર્ટી ઇન્સપેકશનથી ૮૦ ટકા માપદંડ સાથે નિરીક્ષણ કરાય છે.
આ કાર્ય માટે ૧૧૫ને સ્ટાફ કાર્યરત છે. જેમાં ૧૦૬ સફાઇ કામદારો, ૮ સુપરવાઇઝરો અને ૧ મેનેજર વ્યવસ્થાનો સમાવેશ થાય છે.
એક લાખ પંચોતેર હજાર સ્કવેટ મીટર એરીયામાં આ કામગીરી થતી રહે છે એ એરીયાઓ સોમનાથ મુખ્ય મંદિર જોડતા રસ્તાઓ (આસપાસના) સાગર દર્શનથી ગીતામંદિર, સ્મશાન ઘાટ, ત્રિવેણીઘાટ, ચોપાટી, ન્યુ પાર્કીગ બાયપાસ ચોકડીથી એસ.બી.આઇ. બેન્ક, શંખ સર્કલથી હમીરજી સર્કલ શાક મારકેટથી રામરાખ ચોકથી વેણેશ્ર્વર-સદભાવના રોડ, ગૌશાળા રોડ સહિત મંદિરની રેલીંગની બહારનો તમામ વિસ્તાર આવા સુંદર કાયને કારણે સોમનાથ મંદિર અને આસપાસ વિસ્તાર સ્વચ્છ ચક્રચકીત રહે છે.