આજ રોજ ડીઝાસ્ટર ઓફિસર ગીર સોમનાથ માનનીય કે. એસ. ત્રિવેદી સાહેબ ના અધ્યક્ષ સ્થાને NDRF 6 BN National Disaster Response Force, Vododara ના માનનીય કે. કમાંડેન્ટ ઓફિસર આર. એસ. જુન ના નિદર્શન અનુસાર ગીર સોમનાથ જીલ્લા ના એન.ડી.આર.એફ. ની ટીમ ના કેન્દ્રીય નિરીક્ષક માનનીય શ્રી કમલેશ કરંડે ના નેતૃત્વ હેઠળ ગીર સોમનાથ જીલ્લા પોલીસ સ્ટાફ ને કુદરતી આપદા પુરહોનારત, આગજન્ની, ભુકંપ, જેવી વિવિધ આપદા ઓ માં કઈ રીતે ક્યાં ક્યાં સાધન સામગ્રી નો ઉપયોગ કરી સહેલાઈથી બચાવી શકાય તે માટે ની જાણકારી આપાઈ હતી.
કોઈ પણ આપદા વખતે પ્રથમ પોલીસ સ્ટાફ પહોંચતો હોય ત્યારે તમને લાઈફ જાકીટ, લાઈફ રીંગ, ફાયર સેફ્ટી સાધનો નો કઈ રીતે ઉપયોગ કરી ને લોકો ને બચાવવા મદદ રૂપ થઈ શકાય તે માટે લાઈવ ડેમો કરી એન.ડી.આર.એફ ની ટીમ દ્વારા ગીર સોમનાથ જીલ્લા પોલીસ સ્ટાફ ને માહિતીગાર કરાયેલ.
આ કાર્યક્રમ માં માનનીય પી.આઈ. આર.વી. વાજા સાહેબ, પી.એસ.આઈ. પી.વી. સાંખટ સાહેબ, પી.એસ.આઈ. પટેલ સાહેબ, પી.એસ.આઈ. અધેરા સાહેબ, પી.એસ.આઈ. ભીંગરાડીયા સાહેબ, ડેપ્યુટી મામલતદાર એચ.એ. ખેર સાહેબ, ખાસ ઉપસ્થિત રહેલ તેમજ ગીર સોમનાથ જીલ્લા પોલીસ સ્ટાફ પણ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી કુદરતી આપદા વખતે પ્રજાજનો ને કઈ રીતે સહેલાઈથી મદદ આપી બચાવી શકાય તે નું પ્રશિક્ષણ એન.ડી.આર.એફ. ટીમ પાસે થી મેળવ્યુ હતું!