પ્રભાસ પાટણ સોમનાથ
અયોધ્યામાં નવનિર્મીત રામ મંદિરમાં ભગવાન શ્રી રામ માટે બનેલી રજત અને સુવર્ણની ચરણ પાદુકા હાલ ગુજરાત દર્શન માટે આવી પહોંચી છે. ત્યારે સોમનાથ આવેલી ભગવાન શ્રીરામની આ શ્રીચરણ પાદુકાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતુ.સોમનાથ ટ્રસ્ટ દ્વારા મંત્રોચ્ચાર અને પુષ્પ વર્ષા સાથે ભગવાન શ્રીરામની ચરણ પાદુકાનુ અભિવાદન પૂજન કરવામાં આવ્યુ હતુ.અયોધ્યા રામ લલા માટે નિર્માણ કરાયેલ ચરણ પાદુકા દેવાધી દેવ સોમનાથ મહાદેવના દરબારમાં પહોંચી. રામ મંદિરમાં અર્પણ કરવામાં આવનાર સોનાના આવરણ વાળી 8 કિલો ચાંદી થી બનેલ ચરણ પાદુકા દેશભરમાં લઈ જવામાં આવી રહી છે.પાદુકા 1 કિલો સોના અને 8 કિલો ચાંદીમાંથી બનાવવામાં આવેલ છે. હૈદરાબાદના શ્રીચલ શ્રીનિવાસ શાસ્ત્રીએ આ પદુકાનું નિર્માણ કર્યું છે.
આજે તા. 19મી ડિસેમ્બર મંગળવારના રોજ સોમનાથ જ્યોતિર્લિંગ ધામમાં આ પાદુકા લાવવામાં આવેલ જેનું સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી જે ડી પરમાર સાહેબ, જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા, સ્થાનિય ભૂદેવો અને પધારેલ ભક્તો દ્વારા પુષ્પ વર્ષા અને ફુલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું. શ્રી સોમનાથ જ્યોતિર્લિંગ સમક્ષ પ્રભુ શ્રીરામ માટે બનેલ આ પાદુકાને વિરાજમાન કરીને શ્રી સોમનાથ મંદિરના પૂજારી શ્રી દ્વારા વિધિ વિધાનથી તેનું પાદુકા પૂજન કરવામાં આવ્યું હતું ઉલ્લેખનીય છે કે શ્રીચલ શ્રીનિવાસે પણ આ પાદુકા હાથમાં લઈને 41 દિવસ સુધી અયોધ્યામાં નિર્માણાધીન મંદિરની પરિક્રમા કરી છે.