- ગીરસોમનાથ જીલ્લામા પૂર્વ રાજયમંત્રી સંચાલીત નવરાત્રી મહોત્સવ
- ભારત રત્ન એવા સ્વ. રતન ટાટા ને ચાલુ કાયઁક્રમે આપી શ્રધ્ધાંજલી
- સામાજીક સંસ્થાઓને પ્રોત્સાહિત સાથે વિનામુલ્ય ખેલૈયાઓને પ્રવેશ
ગીર સોમનાથ જીલ્લાના સુત્રાપાડા ખાતે પૂર્વ રાજય મંત્રી સંચાલીત નવરાત્રી મહોત્સવમા દેશના ટોચના ઉધોગ પતી અને દાનવીર સ્વ .રતન ટાટાને ભાવપૂર્વક શ્રધ્ધાંજલી અપાઈ હતી. અહી દરેક સમાજ માટે વિનામુલ્ય પ્રવેશ સાથે લાઇવ ઓર્કેસ્ટ્રા અને લાઇવ પ્રસારણ સાથે ગરબાની હરીફાઇ કરવામા આવે છે. આજરોજ અંધ સંસ્થાનો પણ કાયઁક્રમ રાખવામા આવ્યો હતો.
આ કાયઁક્રમ નુ સમગ્ર આયોજન જીલ્લા ભાજપના મહામંત્રી અને પૂર્વ પાલીકા પ્રમુખ દિલીપ બારડ અને રેડ ક્રોસ સોસાયટીના ચેરમેન અજય બારડ ના સીધા માર્ગદર્શન હેઠળ કરવામા આવી રહેલ છે .સૂત્રાપાડા પંથક એવા સાગરખૂડૂઓ અને ખેડૂતો નુ નગર છે ત્યારે આ શહેરના લોકો પણ મેગા સીટી ની જેમ નવરાત્રીના તહેવારનો આનંદ માણી શકે તેવા હેતુ થી ઘણા વર્ષો થી રાજયમંત્રી જશાભાઇ બારડ દ્રારા આ નવરાત્રી મહોત્સવ નુ ભવ્ય આયોજન કરવામા આવી રહ્યુ છે .અહી દરેક સમાજ માટે વિનામુલ્ય પ્રવેશ સાથે લાઇવ ઓર્કેસ્ટ્રા અને લાઇવ પ્રસારણ સાથે ગરબાની હરીફાઇ કરવામા આવી રહી રહી છે.
સાથે આજરોજ અંધ સંસ્થાનો પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમા સૂત્રાપાડાની જનતાએ 65,000 હજાર જેટલો ફાળો માત્ર એક કલાક મા જ કરી આપ્યો સાથે આપણા દેશના દીગ્જ ઉધોગ પતી અને દાનવીર એવા સ્વ. રતન ટાટાના નિધન ના સમાચાર મળતા હજજારોની સંખ્યામા ખેલૈયાઓ, લોકોની હાજરીમા આ મહોત્સવ મા શોકનુ મોજુ છવાઇ જતા બે મિનીટનુ મૌન પાડી ભાવપૂર્વક શ્રધ્ધાંજલી અપાઇ હતી . દરરોજ ખેલૈયાઓ ને ઇનામોની વણઝાર સાથે મહેમાનોનુ સન્માન અહી જાળવામા આવી રહ્યુ છે.