પાક મશીન દ્વારા ર ફેબ્રુઆરીએ માછીમારી કરતા પકડી લેવાયા બાદ માર્ચ માસમાં પાક જેલમાં થયું હતું મૃત્યુ
પાકિસ્તાને મોતનો પણ મલાજો ન જાળવ્યો હોવાનો વધુ એક કિસ્સો બહાર આવ્યો છે. ગીર સોમનાથ જીલ્લાના માછીમારને પાક મશીને ધરપકડ કર્યા બાદ માર્ચ માસમાં જેલમાં મોત નિપજયા બાદ ચાર – ચાર મહિને આ માછીમારનો મૃતદેહ તેમના પરિવારને સોંપવામાં આવતા ગઇકાલે અંતિમ ક્રિયા કરવામાં આવી હતી.
ગીરસોમનાથ જીલ્લાના કોટડા ગામે રહેતા રામ બારૈયા (ઉ.વ.પપ)ની ગત ર ફેબુ્રઆરીના રોજ પાક. મરીન સિકયુરીટી દ્વારા ધરપકડ કરી જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. તેમની સાથે તેમના જમાઇ પ્રવિણ દેશમુખ ચાવડા પણ હતા અને માર્ચ માસમાં રામભાઇ બારૈયાનું મોત નિપજયા તેમના સાથીદારો પત્ર લખી પરિવારને જાણ કરી હતી.
બીજી તરફ મૃતક રામભાઇના પત્ની દ્વારા પતિના મોતની જાણ થતાં તેમણે વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ સહિતનાઓને દરમિયાનગીરી કરવા વિંનંતી કરવા છતાં પાક. સતાવાળાઓ દ્વારા મોતનો મલાજો જળવાયો ન હતો અને અંતે ચાર મહિના બાદ ગઇકાલે રામભાઇનો મૃતદેહ કરાચીથી દુબઇ અને ત્યાંથી અમદાવાદ લાવી બાદમાં માદરે વતન લઇ જવામાં આવ્યો હતો. અને અંતિમ વિધિ કરવામાં આવી હતી.
માછીમાર પરિવાર સાથે ધટેલી દુ:ખદ ઘટના અંગે સાંસદ પરિમલ નથવાણી અને ફિસરીઝ એસોસીએશનના વેલજીભાઇ મસાણીએ દુ:ખની લાગી વ્યકત કરી રામભાઇ બારૈયાનાં પરિવારને સાત્વના પાઠવી હતી.