- ગીર સોમનાથ: બાગાયતની વિવિધ યોજનાનો લાભ લઇ શાકભાજીનું સારું ઉત્પાદન મેળવ્યું : ખેડૂત જેસલ બામણિયા
- બાગાયતની વિવિધ યોજનાનો લાભ લઇ શાકભાજીનું સારું ઉત્પાદન મેળવ્યું : ખેડૂત જેસલ બામણિયા
- બાગાયત વિભાગના અધિકારીઓ દ્વારા સ્થળ મુલાકાત લઈને માર્ગદર્શન આપ્યું
- ખેડૂતે યોજનાનો લાભ આપવા બદલ સરકારનો આભાર વ્યક્ત કર્યો
Gir Somnath News : ગીર સોમનાથ જિલ્લા બાગાયત વિભાગ દ્રારા ખેડૂતોને વિવિધ યોજનાઓની સહાય આપવામાં આવે છે. પ્રભાસ પાટણના એક ખેડૂતે બાગાયતની વિવિધ યોજનાઓનો લાભ લઇ શાકભાજીનું સારું એવું ઉત્પાદન મેળવી રહ્યા છે.
ખેડૂત જેસલ અરજણ બામણિયાએ જણાવ્યું હતું કે, મારા ખેતરમાં શાકભાજીનું વાવેતર કરું છું અને શાકભાજીનું સારું એવું ઉત્પાદન મળે તે માટે બાગાયત વિભાગનું માર્ગદર્શન પણ મળ્યું છે. બાગાયત વિભાગના અધિકારીઓ દ્વારા પણ સ્થળ મુલાકાત લઈને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવે છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, બાગાયત વિભાગમાંથી મળતી હાઈબ્રીડ બિયારણ, ખાતર, મલ્ચિંગ, ટમેટીના કાચા-પાકા ટેકા માટે સહિતની વિવિધ બાગાયતી યોજનાઓનો લાભ લીધો છે. જેના થકી શાકભાજીનું સારું એવું ઉત્પાદન મળતું થયું છે.
શાકભાજીના ધંધાથી મને આર્થિક ઉપાર્જન થઈ રહ્યું છે અને મારા પરિવારનું ગુજરાન સારી રીતે ચાલી રહ્યું છે. આમ જણાવી તેમણે બાગાયત વિભાગ તરફથી મળતી વિવિધ યોજનાઓનો લાભ આપવા બદલ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
અહેવાલ : અતુલ કૉટૅચા