- સાગર સુરક્ષા કવચનો પ્રારંભ
- 110 કિ.મી.ના દરિયાની અને સોમનાથ મહાદેવ મંદિરની સુરક્ષા અંતર્ગત મોકડ્રીલ યોજાઇ
- એસ.પી. મનોહરસિંહના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી., એસ.ઓ.જી. અને કેન્દ્રીય એજન્સી આપત્તિ સમયે પ્રતિકાર માટે સજ્જ
વિશ્ર્વ પ્રસિધ્ધ સોમનાથ મહાદેવ મંદિર અને 110 કિ.મી.ના ગીર સોમનાથ જીલ્લાના દરિયામાં અને કિનારાઓમાં સાગર સુરક્ષા કવચનો ગઇ રાત્રિના 8 વાગ્યાથી પ્રારંભ થયો છે. જે આજે રાત્રિના 8 વાગ્યે સાગર મોકડ્રીલની આ કવાયતપુરી થશે.
ગીર સોમનાથ જીલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાની આગેવાની નીચે જીલ્લાની એસ.ઓ.જી., એલ.સી.બી. દરિયાઇ સીમાને સાંકળતા પોલીસ સ્ટેશનો તથા કોસ્ટ ગાર્ડ, રીસરીઝ, પોર્ટ, એલ.આઇ.બી. સહિતની વિવિધ ટુકડીઓ સજાગ અને સ્ટેન્ડ ટુ પોઝીશનમાં પેટ્રોલિંગ કરી રહી છે.
શંકાસ્પદ કે જરૂર લાગે તેવી બોટના ડોક્યુમેન્ટસ, બોટમાં કોણ-કોણ છે. શું છે તે પૂછપરછ અને ડમી બોટ સાથે મોકડ્રીલનો સમાવેશ થાય છે. વિશ્ર્વ પ્રસિદ્વ સોમનાથ મહાદેવ મંદિર પણ ઝેડ પ્લસ સુરક્ષાચક્ર ધરાવતું હોય તેને પણ આ સુરક્ષા કવાયતમાં આવરી લેવાયું છે.
સુરક્ષા કવચ ડ્રીલ શા માટે
ગીર સોમનાથ જીલ્લા પોલીસ વડા મનોહરસિંહ દ્વારા સમયાંતરે વરસમાં બે થી ત્રણ સાગર સુરક્ષા કવચ યોજાતું રહે છે. આ ડ્રીલથી સંભવીત આપત્તિ સામે પ્રતિકાર કરવા માટે તંત્ર કેવું સજ્જ છે. તેના સૂચન જાણવા, ક્ષતિ હોય તો તે નિવારવા અને જો કોઇ તાકીદનો સમય ભવિષ્યમાં ઉભો થાય તો કેટલી ઝડપે અને કેટલી અસરકારક રીતે તંત્ર ત્વરીત ભૂમિકા ભજવે છે. તેનું પ્રત્યક્ષ નિર્દેશનનો અનુભવ કેળવાતો હોય છે. જેમાં સારી કામગીરી પ્રોત્સાહન અને ક્ષતિ કામગીરીને ઠપકો કે પગલાં લઇ તંત્રની સજાગતા-સંર્તકતા, મજબૂત- દ્રઢ અને જડબેસલાક બનાવાય છે.
આ સુરક્ષા કવાયતમાં એસ.ઓ.જી.ના એન.બી.ચૌહાણ, એલ.સી.બી. પોલીસ ઇન્સ. અરવિંદસિંહ જાડેજા, સિંધવ, ઉદય રાવલ, નવાબંદર વી.કે.ઝાલા, કોડીનાર-પ્રભાસ પાટણ, સુત્રાપાડા, વેરાવળ પોલીસ, મરીન પોલીસ સ્ટેશનો સહિત સમગ્ર કાફલો અહીંથી છેક નવા બંદર સુધીનો દરિયો હથિયારબંધ જવાનો સાથે ખૂંદી રહી છે.