સોમનાથ ખાતે ગેસ પાઈપ લાઈન યોજનાનો ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો.
ગીર સોમના જિલ્લામાં આગામી પાંચ માસમાં સીએનજી અને સાત માસમાં પીએનજી ગેસ પાઈપ-લાઈની મળશે. દિલ્હી ખાતે થી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનું કુદરતી ગેસ પાઈપ-લાઈન યોજનાના જીવંત વિડિયો પ્રસારણ યોજાયું હતું. જેના ભાગરૂપે સોમના સ્તિ રામમંદિરના ઓડીટોરીયમ હોલમાં સાંસદ ચુનીભાઈ ગોહેલ, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી રૈયાબેન જાલોંધરા, પ્રવાસન નિગમના ડિરેકટર ઝવેરીભાઈ ઠકરાર, પુર્વ સાંસદ દિનુભાઈ સોલંકી, જિલ્લા વિકાસ અધિકારી ધર્મેન્દ્રસિંહ રહેવર, સોમના ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાની ઉપસ્થિતમાં ગીર સોમનાથ જિલ્લાનો ખાતમુહૂર્ત સમારોહ યોજાયો હતો.આ તકે ગોહેલે કહયુ કે,આ યોજનાી તમામ લોકોને ફાયદો થશે. વાહનોમાં સી.એન.જી.ગેસ અને ઘરમાં ઘરેલુ ગેસ પાઈપ-લાઈન મારફતે આગામી સમયમાં મળી રહેશે.
આઈ.આર.એમ.એનર્જી કંપનીના મહાપાત્રજીએ કહ્યું કે, ગીર-સોમના જિલ્લામાં આગામી સાત માસના સમય ગાળમા પાઈપ-લાઈન મારફતે લોકોને ઘર સુધી ગેસ પહોંચાડવામાં આવશે. ગીર-સોમના અને દિવ જિલ્લામાં ૩૫ ગેસ સ્ટેશનો બનાવામાં આવશે. પ્રમ ચરણમાં આ બન્ને જિલ્લાના ૧ લાખ ઘરમાં ગેસ પાઈપ-લાઈન નાખી ઘરેલું ગેસ પહોંચાડવામાં આવશે. પાંચ માસના સમય ગાળામા પ્રમ પંચ ગેસ સ્ટેશન બનાવવાની પ્રક્રિયા હા ધરવામાં આવશે. ઉના માંથી પ્રમ ગેસ સ્ટેશન બનાવી દિવ જિલ્લાને આવરી લેવામાં આવશે. વેરાવળ, સુત્રાપાડા, કોડીનાર, તાલાળા સહિતના વિસ્તારોનો આ યોજનામા સમાવેશ કરાશે.