સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસ જીવલેણ પુરવાર થયો છે. દેશભરમા લોકડાઉન અમલમાં છે. દેશને આર્થિક મદદ કરવા માટે લોકોએ અપીલ કરવામાં આવી હતી. ગીર સોમનાથ જિલ્લામા સામાજીક સંસ્થાઓ અને સરકારી કચેરીઓ દ્રારા યોગદાન આપવામાં આવી રહ્યું છે. ગીર સોમનાથ જિલ્લાની સરકારી અને બિનસરકારી શાળાઓ, શિક્ષકો અને કર્મચારીઓ દ્રારા સી.એમ.રિલિફ ફંડમા યોગદાન આપવા માટે રૂા.૮૭ લાખથી વધુ રકમનો ચેક કલેકટરશ્રી અજયપ્રકાશને જિલ્લા શિક્ષણાધિકારીશ્રી કૈલાએ અર્પણ કર્યો હતો.

ગ્રાન્ટેડ મા.અને ઉ.મા.સ્ટાફ દ્રારા રૂા.૨૦૮૫૩૪૧, પ્રા.શાળા સ્ટાફ ઉના દ્રારા રૂા.૧૪૮૪૧૩૭, પ્રા.શાળા સ્ટાફ ગીરગઢડા દ્રારા રૂા.૭૧૪૦૬૭, પ્રા.શાળા સ્ટાફ સુત્રાપાડા દ્રારા રૂા.૯૦૪૧૫૨, પ્રા.શાળા સ્ટાફ કોડીનાર દ્રારા રૂા.૧૨૫૭૨૮૮, પ્રા.શાળા સ્ટાફ તાલાળા દ્રારા રૂા.૫૯૪૯૧૮, પ્રા.શાળા સ્ટાફ વેરાવળ દ્રારા રૂા.૧૨૯૧૧૦૭, સર્વ શિક્ષા અભિયાન દ્રારા રૂા.૧૫૧૦૫૩, સરકારી મા.અને ઉ.મા.સ્ટાફ દ્રારા રૂા.૨૦૩૭૧૬ અને ડિ.ઈ.ઓ.સ્ટાફ દ્રારા રૂા.૨૦૭૫૮ સહિત કુલ રૂા.૮૭૦૬૫૩૭ રકમનું યોગદાન સી.એમ.રિલિફ ફંડમાં આપવામાં આવ્યું છે.

ગીર સોમનાથ જિલ્લાની સરકારી, બિન સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શૈક્ષણિક તેમજ બિન શૈક્ષણિક કર્મચારીઓ, પ્રાથમિક જિલ્લા પંચાયત સમિતિના શિક્ષકો, સર્વ શિક્ષા અભિયાન તેમજ ડી.ઈ.ઓ.સ્ટાફ સહિત જુદા-જુદા દસ વિભાગો માંથી એપ્રિલ-૨૦૨૦ના પગારમાંથી એક દિવસનો પગાર સી.એમ. રિલિફ ફંડમાં જમા કરાવી યોગદાન આપવામાં આવેલ છે. તેમ જિલ્લા શિક્ષણાધિકારીશ્રી ગીર સોમનાથની યાદીમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.