ચોરાયેલા જથ્થાને છુપાવવા માર્કેટીંગ યાર્ડનો જ આશરો લેતા ગુનેગારો
અબતક,અબ્બાજાન નકવી, કોડીનાર
ગીર સોમનાથ જીલ્લાના વેરાવળ, ઉના, ગીરગઢડા, સુત્રાપાડા, તાલાળા અને કોડીનાર તાલુકા શહેર તેમજ ગામડાઓમાં ઘઉંના વેચાણ કરતા ગઠીયાઓ આ કોરોના કાળમાં ગરીબોને મદદ કરવાને બદલે સરકાર તરફથી મળતા ગરીબોના ધઉં ને રેશનીંગની દુકાનેથી તેમજ ગામડાઓ માંથી ટુવ્હીલ તેમજ છકડોરીક્ષા વગેરે વાહનોમાં પોતાના ફેરીયાઓ દ્વારા બીલકુલ સસ્તા ભાવમાં લઈ તેનો જથ્થો ભેગો કરી ક્ધટેનર તેમજ મોટા વાહનો માં ભરી બારોબાર વેહચી લાખો રૂપીયાની અઢળક કમાણી કરે છે તેમાં આ સરકારી ઘઉં જે ગરીબોનો હોય છે તે જથ્થો તે પોતાની માલીકી ની જગ્યા કે પછી પ્રાઈવેટ જગ્યાએ રાખે તો તે પકડાય જાય જેથી પોતાના બચાવ માટે અને સરકારી અધીકારીથી બચવા આવા ગઠીયાઓ ગીર સોમનાથ જીલ્લાના માર્કેટીંગ યાર્ડ નો સહારો લઈ છે.? કેમકે આવા એજન્ટો માર્કેટીંગ યાર્ડ માં ખેડુતોની કાયદેસરના ઘઉં લઈને ભેગા કરે છે અને પછી આવા બેનંબરીયાઓ રેશનિંગ અને ગામડાઓ માંથી સરકારશ્રી તરફથી ગરીબોને મળતા ઘઉંના બાચકાઓ ભરી માર્કેટીંગ યાર્ડના અધીકારીઓ અને કર્મચારીઓ ની આંખમાં ધુળ નાખી આ ગરીબોના ઘઉંનો પ્રવેશ યાર્ડમાં કરે છે અને પછી તે ખેડુતોના ખરીદેલા 50% ઘઉંમાં ગરીબોના સરકારી ઘઉં 50% ભેળવી જથ્થો ભેગા કરી મોટી ગાડીઓ જેવાકે ક્ધટેનર જેવી ગાડીઓ ભરી નક્કી કરેલા એજન્ટોને મોકલી લાખો રૂપીયાની અઢળક કમાણી કરે છે તેમજ આવા ગઠીયાઓ જે ખુલ્લે આમ આ કરોના મહામારી જેવી ભંયકર બીમારી નો સામનો કરનાર ગરીબોના ઘઉં ને બારોબાર વેચનાર ગઠીયાઓ ને પકડવા જોઈએ તેમજ માર્કેટીંગ યાર્ડ માં આવતા ટુવીલ, છકડોરીક્ષા કે પછી અન્યો વાહનો જે આ સરકાર રેશનિંગના ગરીબોના ઘઉં લાવી માર્કેટીંગ યાર્ડ ના કર્મચારીઓની આંખોમા ખુલ્લેઆમ ધુળ નાખે છે તેવા ગઠીયાઓ ના આ વાહનો જેમાં સરકારી ઘઉં હોય છે તે ચેક કરવા જોઈએ અને કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ કેમકે માર્કેટીંગ યાર્ડ ના ઘણા એવા વેપારી આ ગરીબોના સરકારી ઘઉંનુ વાહનો દ્વારા પ્રવેશ માર્કેટીંગ યાર્ડ માં કરી ખુલ્લે આમ માર્કેટીંગ યાર્ડ ના કર્મચારી ની આંખ મા ધુળનાખતા હોવાની ચર્ચા એ જોર પકડીયો છે તેમજ આ ગીર સોમનાથ જીલ્લાના તાલુકામાં જેવુ કે સુત્રાપાડા તાલુકાના અમરાપુર ગામમાં કાદુ નામનો ગઠીયો તેમજ લોઢવા ગામમાં અરજણ તેમજ મહેશ અને ઉનામાં દીપક અને હીરેન તેમજ તેના નક્કી કરેલ ફેરીયા અને એજન્ટો ને પકડી જેલ હવાલે કરવા જોઈએ કારણ કે આવા ગઠીયાઓ વિરુધ્ધ જયારે પત્રકારો સમાચાર પ્રસિધ્ધ કરે છે ત્યારે આવી ગરીબોની લુટની અનાજમાંથી લાખો રૂપીયાની હરામની કમાણી માંથી પત્રકારોને મારવા, ખોટા કેશ કરવા કે પછી જાનથી મારી નાખવાના કાવત્રા આ બેનંબરના ઘઉં વેચનાર દલાલો કરે છે જેથી માર્કેટીંગ યાર્ડ માં આવતા જતા વહાનો પકડી તપાસ કરી સરકારી ઘઉંના પ્રવાસીને અટકાળ કાયદેસરની કાર્યવાહી કરી પાસા જેવા ગુન્હામાં મોકલી ગરીબોના રક્ષણ કરવા લોકોની માંગણી ઉઠી છે.